ગીર સોમનાથ : શ્રી સોમનાથ મહાદેવ મંદિરના 29’મા “સંકલ્પ સિદ્ધિ દિવસ”ની ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરાય...

સ્વતંત્રતા બાદ ભારતની અસ્મિતા સમાન શ્રી સોમનાથ મંદિરના પુન: નિર્માણના સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પના 29'મા સંકલ્પ સિદ્ધિ દિવસ નિમિત્તે શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

New Update
  • પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ઉજવણી

  • પ્રવર્તમાન શ્રી સોમનાથ મંદિરની સંપૂર્ણતાને 29 વર્ષ પૂર્ણ થયા

  • સંકલ્પ સિદ્ધિ દિવસની ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરાય

  • ટ્રસ્ટ પરિવાર દ્વારા શ્રી સોમનાથ મહાદેવનું પૂજન અર્ચન કરાયું

  • પરિસરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને નમન કરાયું

આજરોજ શ્રી સોમનાથ મંદિરની સંપૂર્ણતાને 29 વર્ષપૂર્ણથયા છે. સ્વતંત્રતા બાદ ભારતની અસ્મિતા સમાન શ્રી સોમનાથ મંદિરના પુન: નિર્માણના સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પના 29'મા સંકલ્પ સિદ્ધિ દિવસ નિમિત્તે શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

દેશની સ્વતંત્રતા બાદ રત્નાકર સાગરના કિનારે ભગ્ન અવસ્થામાં રહેલ શ્રી સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો સરદાર વલ્લભભાઈ પટેલે સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પ કાળક્રમે વટ વૃક્ષ બન્યોઅને તા. 11 મે 1951ના રોજ માત્ર ગર્ભગ્રહનું નિર્માણ થયું હતું. ત્યારબાદ દેશના પ્રથમ મહામહિમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આગળ જતા નાગર સ્થાપત્ય શૈલીનું કૈલાશ મહામેરુ પ્રસાદ પ્રકારનું ભવ્ય સોમનાથ મંદિર નિર્માણના કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શિખર અને સભામંડપ ઉપરાંત મંદિરની આગળના ભાગે નૃત્ય મંડપ નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

આમ 44 વર્ષે આજનું પ્રવર્તમાન શ્રી સોમનાથ મંદિર સંપન્ન થયું છેત્યારે સંપૂર્ણ થયેલ મંદિર તા. 1 ડિસેમ્બર 1995ના રોજ દેશના તત્કાલીન મહામહિમ રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્માજી દ્વારા નૃત્ય મંડપ કળશ રોપણ કરીને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું. ત્યારથી એ પુણ્ય ક્ષણના સ્મરણાર્થે પ્રતિ વર્ષ સોમનાથમાં તા. 1 ડિસેમ્બરને સંકલ્પ સિદ્ધિ દિવસ તરીકે ઉજવવામાં આવે છેત્યારે શ્રી સોમનાથ મહાદેવ ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર અજયકુમાર દુબે સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા સંકલ્પ કરીને વિશેષ પૂજા સામગ્રી અર્પણ કરવામાં આવી હતી. તેમજ મંદિરમાં પૂજારિઓ દ્વારા મહાદેવની વિશેષ મહાપૂજા કરવામાં આવી હતી. આ સાથે જ સોમનાથ મંદિર પરિસરમાં બિરાજમાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ટ્રસ્ટ પરિવાર અને સ્થાનિક તીર્થ પુરોહિતો દ્વારા મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

Read the Next Article

અમરેલી : રૂ. 4.28 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બગસરા આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ...

 અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

New Update

બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું

રૂ. 4.28 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થયું

આરોગ્ય કેન્દ્ર 34 ગામના ગ્રામજનોને સેવા આપશે

મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનોની ઉપસ્થિતિ

અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ આરોગ્ય કેન્દ્ર બગસરા શહેર અને આસપાસના 34 ગામના લોકોને સેવા પૂરી પાડશે. આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 30 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત જનરલ વિભાગડાયાલિસિસ વિભાગએક્સ-રે વિભાગલેબોરેટરી વિભાગલેબર વિભાગઓપરેશન થિયેટર વિભાગએમ્બ્યુલન્સ વિભાગઆઈસીપીસીસી વિભાગ અને ફિઝિયોથેરાપી વિભાગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ કેન્દ્રમાં 33 કર્મચારીઓનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કેઅમરેલી એક પાણીદાર જિલ્લો છે. બગસરામાં કરોડોના ખર્ચે હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું છેઅને ધારીમાં પણ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છેત્યારે રાજ્ય સરકાર આરોગ્યની સુવિધાઓ વધારવા માટે સતત કાર્ય કરી રહી છે. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય જે.વી.કાકડિયાધારાસભ્ય જનક તળાવિયાજિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીજિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.