ગીર સોમનાથ: મિનિ ઓઇલમિલની બોલબાલા,સ્વદેશી તેલઘાણા પર ખેડૂતોની નજર સામે જ નિકળે છે શુદ્ધ સિંગતેલ

ગીર એટલે મગફળીનો ગઢ મનાય છે ત્યારે 180 થી વધૂ સ્વદેશી તેલઘાણા પર ખેડૂતોએ 1.5 લાખ ડબ્બા સીંગતેલ જાતે જ નજર સામે કઢાવ્યું હતું

New Update
ગીર સોમનાથ: મિનિ ઓઇલમિલની બોલબાલા,સ્વદેશી તેલઘાણા પર ખેડૂતોની નજર સામે જ નિકળે છે શુદ્ધ સિંગતેલ

ગીર એટલે મગફળીનો ગઢ મનાય છે ત્યારે 180 થી વધૂ સ્વદેશી તેલઘાણા પર ખેડૂતોએ 1.5 લાખ ડબ્બા સીંગતેલ જાતે જ નજર સામે કઢાવ્યું હતું અને સારી આવક પણ મેળવી હતી

ભૂતકાળમાં ખેડૂતો કાળી મજૂરી કરી મગફળી પકાવતા અને યાર્ડમાં વેચવા જતા પણ મનગમતા ભાવો મળતા નહીં પરંતુ આ ખેડૂતો હવે સ્વદેશી તેલઘાણા તરફ વળ્યા છે ખેડૂતો જાતે રહી મગફળી કઢાવી અને ગુણવત્તા સભર સીંગતેલ પોતાના માટે કઢાવે છે અને અન્યને વેચાણ પણ કરે છે.જેમા નફો પણ સારો મળે છે.બીજી તરફ તેલ ઘાણા વાળા કોઈપણ વ્યક્તિ ગ્રાહક કે ખેડૂત પોતાની મગફળી લઈ અને ઘાણા પર આવે એટલે તેની નજર સામે જ દેશી પદ્ધતિથી તેલ કાઢી આપે છે અને એક ડબાએ રૂપિયા 300 વળતર પણ આપે છે જે મગફળીમાંથી નીકળતો ખોળ ઉંચા ભાવે વેચી અને બિસ્કીટની ફેક્ટરી ઓને વેચાણ કરે છે આમ તેલઘાણાના ફાયદા ગ્રાહક અને સંચાલક બંનેને છે

તેલઘાણામા સૌપ્રથમ મગફળી સાફ કરે છે ત્યારબાદ તેને ઘાણામા નખાય છે અને ત્યારબાદ દેશી જાડા કપડાથી ડબલ ફિલ્ટર કરાઈ છે તેમાં કોઈપણ વસ્તુ મિક્સ કરતા નથી અને ગ્રાહક પોતાની નજર સામે જ પોતાની મગફળીમાંથી તૈયાર ભરેલો તેલનો ડબ્બો નજર સમક્ષ મેળવી શકે છે સાથે સંતોષ પણ મેળવે છે ત્યારે હાલ ગ્રાહકો બ્રાન્ડેડ તેલ કંપનીઓના તેલ ખરીદવા રાજી નથી પણ નજર સામે શૂધ્ધ સિંગતેલ ખરીદી રહ્યા છે. આમ ગ્રાહક પણ અહીં સંતોષ મેળવે છે

Latest Stories