ગીર સોમનાથ : હડમતીયા ગામે નવનિર્મિત પંચાયત ભવન બન્યું અત્યંત જર્જરિત, ગ્રામજનોએ કર્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ..!

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના હડમતીયા ગીર ગામે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે.

New Update
ગીર સોમનાથ : હડમતીયા ગામે નવનિર્મિત પંચાયત ભવન બન્યું અત્યંત જર્જરિત, ગ્રામજનોએ કર્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ..!

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના હડમતીયા ગીર ગામે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. છેલ્લા 2 વર્ષથી તૈયાર નવનિર્મિત પંચાયત ભવન શોભાના ગાંઠિયા સમાન બનતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે.

સરકાર પ્રજાની સુખાકારી માટે લાખોની રકમ ફાળવે છે, પરંતુ ભ્રષ્ટાચારનો ભોરીંગ છેવાડાના ગામો સુધી ફેલાયેલો છે. તેવામાં ગીર સોમનાથના તાલાલા તાલુકાના હડમતીયા ગીર ગામે નવા પંચાયત ભવન માટે સરકારે રૂ. 16.50 લાખની ગ્રાન્ટ ફાળવીને 2 વર્ષ પૂર્વે પંચાયત ભવનનું નિર્માણ પણ થઈ ગયું. પરંતુ હજુ સુધી આ પંચાયત ઘર લોક ઉપયોગી બન્યું નથી. જોકે, અત્યંત નબળી ગુણવત્તાના કામના કારણે આજે લાખોના ખર્ચે તૈયાર થયેલ પંચાયત ભવન ખંઢેર જેવી સ્થિતિમાં ફેરવાઈ ગાયું હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે.

તાલાલા તાલુકાના હડમતીયા ગીર ગામના સરપંચના જણાવ્યા અનુસાર, જ્યારે આ ભવનનું નિર્માણ થતું હતું, ત્યારે ભ્રષ્ટાચાર આચરી અત્યંત નબળી ગુણવત્તાનું કામ થતું હતું, અને જે તે સમયે લેખિત ફરિયાદ પણ કરી હતી. પરંતુ ભ્રષ્ટ તંત્રના અધિકારીઓએ કોઈ પગલાં લીધા નહીં, અને આજે લાખોના ખર્ચે તૈયાર થયેલ પંચાયત ભવન જર્જરિત બની ગયું છે. આટલુ જ નહીં, હાલ આ પંચાયત ભવન અસામાજીક પ્રવૃત્તિનો અડ્ડો બની રહ્યું હોય તેમ આજુબાજુના વિસ્તારમાં દારૂની બોટલો પણ નજરે પડી હતી, ત્યારે પ્રજાના પૈસાને પાણી કરનાર ભ્રષ્ટ અધિકારી અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહીની ગ્રામજનો માંગ કરી રહ્યા છે.