Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : આહીર સમાજના પુત્રોનો રજવાડી લગ્નોત્સવ, હેલિકોપ્ટરમાં જાન લઈ પરણવા પહોંચ્યા વરરાજા..

જાન આજોઠાથી હેલિકોપ્ટર મારફતે પાડોશી તાલાલા ગીરના ઘુસિયા ગામમાં ઉતરાણ કર્યું હતું

X

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પંથકમાં આહીર સમાજના આગેવાનના 2 પુત્રનો રજવાડી લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં બન્ને વરરાજા હેલિકોપ્ટરમાં જાન લઈને પરણવા પહોંચ્યા હતા. જોકે, ગીર સોમનાથ જિલ્લામાં હેલિકોપ્ટરમાં જાન નીકળી હોય એવો આ પ્રથમ કિસ્સો છે. વેરાવળ તાલુકાના આજોઠા ગામના આહીર સમાજના અગ્રણી નાથુ સોલંકીના 2 પુત્રનો શાહી લગ્નોત્સવ ઉજવાયો હતો. બન્ને વરરાજાની જાન આજોઠાથી હેલિકોપ્ટર મારફતે પાડોશી તાલાલા ગીરના ઘુસિયા ગામમાં ઉતરાણ કર્યું હતું. બન્ને વરરાજા જાન સાથે ધાવા ગીર ગામે લગ્ન સ્થળે પહોંચ્યા હતા. ગીર સોમનાથ જિલ્લામાં હેલિકોપ્ટરમાં વરરાજા પરણવા આવ્યા હોય એવો આ પ્રથમ કિસ્સો છે. લગ્નોત્સવમાં હેલિકોપ્ટરમાં વરરાજાના પ્રયાણને લઈ લોકોમાં પણ અનેરો રોમાંચ જોવા મળ્યો હતો. રજવાડી ઠાઠ સાથેની જાનને જોવા હેલિપેડ ગ્રાઉન્ડમાં ગ્રામજનોના ટોળાં ઉમટી પડ્યા હતા. આ સાથે જ રજવાડી લગ્નોત્સવમાં સામેલ થયેલા આહીર સમાજના પરિવારો પારંપરિક પહેરવેશ સાથે મંગલ પરિણયમાં સહભાગી થયા હતા, જ્યારે રાસ-ગરબાની રમઝટમાં ગમન સાંથલ, ગીતા રબારી, જિજ્ઞેશ કવિરાજ, દિવ્યા ચૌધરી, ઉર્વશી રાદડિયા અને નારાયણ ઠાકર સહિતના ખ્યાતનામ કલાકારોએ રંગત જમાવી હતી.

Next Story