Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : 24 કલાકમાં કુલ 273 કીલો નશીલા પદાર્થનો જથ્થો મળી આવ્યો, વધુ માદક પદાર્થ મળવાની શક્યતા

દરીયાકાંઠા વિસ્તારમાંથી વધુ 113 કિલો ચરસ મળ્યું, 24 કલાકમાં કુલ જથ્થો 273 કિલો ચરસ મળ્યું

X

ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાંથી છેલ્લા 24 કલાકમાં 160 કિલો અને તે બાદ 113 કિલો મળી કુલ 273 કિલો નશીલા પદાર્થનો જથ્થો મળી આવ્યો છે.ત્યારે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની છે.

સુરક્ષાની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ ગણાતા એવા ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાંથી નશીલા પદાર્થોના વધુ 113 કી.લોનો જથ્થો મળી આવ્યો છે. સોમનાથ નજીક લાટી અને આદરી ગામ ના દરિયા કાંઠે થી જથ્થો મળી આવ્યો છે . ગઈ કાલે પણ 160 કિલો ચરસનો જથ્થો મળી આવ્યો હતો ત્યારે છેલ્લા 24 કલાકમાં કુલ જથ્થો 273 કિલો થયો છે જેની કિંમત અંદાજે ચાર કરોડ રૂપિયા થવા પામે છે. આ પેકેટોમાં રહેલ જથ્થાની તપાસ અર્થે પોલીસે FSLની મદદ લીધી છે. જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં જિલ્લાની SOG, LCB, મરીન તથા સ્થાનિક પોલીસની ટીમે 24 કલાક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

આજે ચોથા દિવસે પણ 10 ટીમો ફૂટ પેટ્રોલિંગ સાથે સર્ચ ઓપરેશન યથાવત રાખ્યું છે. ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતા સોમનાથ મંદિરના દરિયા કિનારાના વિસ્તારમાંથી મળી આવેલ નશીલા પદાર્થોના પેકેટના મામલે સ્થાનિક જિલ્લા પોલીસ ATS ના સંકલનમાં રહી તપાસ આગળ વધારી રહી છે. ત્યારે આગામી દિવસોમાં આ મામલો અનેક ઘટસ્ફોટ થવાની શક્યતા પણ વર્તાઈ રહી છે. જેને લઈ સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની છે.

Next Story