ગીર સોમનાથ : વેરાવળમાં સર્વ જ્ઞાતિ સમૂહલગ્નમાં કન્યાદાન-રક્તદાન-મતદાન જાગૃતિનો ત્રિવેણી સમન્વય...

જિલ્લાના વેરાવળમાં ભાલકેશ્વર મિત્ર મંડળ દ્વારા માતા-પિતા વગરની દીકરીઓ માટે ચોથા સર્વ જ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
ગીર સોમનાથ : વેરાવળમાં સર્વ જ્ઞાતિ સમૂહલગ્નમાં કન્યાદાન-રક્તદાન-મતદાન જાગૃતિનો ત્રિવેણી સમન્વય...

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ભાલકેશ્વર મિત્ર મંડળ દ્વારા માતા-પિતા વગરની દીકરીઓ માટે ચોથા સર્વ જ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહલગ્નમાં કન્યાદાન, રક્તદાન અને મતદાન જાગૃતિનો ત્રિવેણી સમન્વય જોવા મળ્યો હતો.

ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જ્યાં અંતિમ લીલા કરવામાં આવેલ તે ભાલકાતીર્થ એટલે કે, ભાલપરા ગામે ભાલકેશ્વર મિત્ર મંડળના ભગવાન સોલંકી દ્વારા છેલ્લા 4 વર્ષથી માતા, પિતા કે કોઈ વાલી વગરની જરૂરિયાતમંદ દીકરીઓના સર્વજ્ઞતી સમૂહલગ્ન યોજી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. આ ઉમદા કાર્યની પ્રેરણા વિશે વાત કરતાં ભગવાન સોલંકીએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં અનેક દીકરીઓ માતા-પિતા કે વાલી વગરની બની હતી, ત્યારે મેં અને મારા પરિવારે આ સદકાર્ય કરવા નીર્ધાર કરેલ અને જેમાં સહુના સાથ સહકાર સાથે આજે ચોથા વર્ષે 34 દીકરીઓના કન્યાદાનનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો છે. આ વખતે લોકશાહીના મહાપર્વ સમાન લોકસભાની ચૂંટણી પણ યોજાઈ રહી છે. તો જીવનમાં રક્તદાનનું પણ મોટું મહત્વ હોય, જેથી આ વર્ષે સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં દીકરીઓના કન્યાદાનની સાથે સાથે રક્તદાન તેમજ મતદાન જાગૃતિનો ત્રિવેણી સંગમ સમો કાર્યક્રમ યોજાયો હતો. સમૂહલગ્નમાં ભૂદેવોની સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને ચૂંટણી તંત્રના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં પ્રભુતામાં પગલાં પાડતા નવયુગલો તેમજ જાનૈયા, માંડવિયા સાથે ઉપસ્થિત તમામ મહેમાનોને લોકશાહીના મહાપર્વમાં અવશ્ય મતદાન કરવા અને અન્યોને પણ મતદાન કરાવવા માટેના શપથ લેવડાવ્યા હતા.

Latest Stories