New Update
ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતોને મુશ્કેલી
તલાલા પંથકમાં ખેડૂતો મુશ્કેલીમાં
વીજ કંપનીની બેદરકારી સામે આવી
વીજ પોલ પર વેલા ચઢી ગયા
નિયમિત વીજળી ન મળતી હોવાના આક્ષેપ
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકના ખેડૂતો વીજ તંત્રના વાકે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સરકાર દ્વારા 8 કલાક વીજળી આપવાના દાવા કરવામાં આવી રહ્યા છે પરંતુ ખેડૂતોએ આ દાવા પોકળ હોવાના આક્ષેપ કર્યા છે
આ દ્રશ્યો છે તાલાલાના ગ્રામ્ય પંથકના.....જ્યાં ઠેર ઠેર પીજીવીસીએલ તંત્રની ગંભીર બેદરકારી ઉજાગર કરતા આ વીજ થાંભલાઓ કે જેના પર વેલાઓ ચડી ગયા છે પરંતુ પીજીવીસીએલ તંત્ર માત્ર કાગળ પર જ મેઇન્ટેનન્સ કરતું હોય તેમ વીજ થાંભલાઓ પરના આ વેલાઓ દૂર કરતું નથી અને જેના પાપે ગીર પંથકના 22થી વધુ ગામમાં વારંવાર ખેતીવાડીમાં વીજ પુરવઠો ખોરવાઈ જતો હોવાનો આક્રોશ ખેડૂતોએ વ્યક્ત કર્યો હતો.ખેડૂત અગ્રણી વિજય હિરપરાએ આ સમસ્યા મામલે સરકારને લેખિત ફરિયાદ કરી જણાવ્યું છે કે, ચોમાસુ પૂરું થતા ઉભા પાકમાં પિયતની તાતી જરૂરિયાત વચ્ચે પીજીવીસીએલના પાપે વીજ પુરવઠો પૂરતા પ્રમાણમા મળતો ના હોવાથી પિયતના અભાવે પાકને નુકસાનની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી છે.ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સરકાર આઠ કલાક વીજળીની વાતો કરે છે પરંતુ ગીર પંથકના ગામડાઓમાં વીજળી વારંવાર ગુલ થઈ જવી અને અપૂરતો વીજ પુરવઠો મળે છે જેના કારણે ખેડૂતોને હાલ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Latest Stories