ગીર સોમનાથ : કમોસમી વરસાદ અને બદલાતા વાતાવરણની અસર કેસર કેરીના ઉત્પાદન પર અસર,ખેડૂતોમાં ચિંતા

ગીરની પ્રખ્યાત કેસર કેરી પર ખતરો મંડરાઇ રહ્યો છે.કમોસમી વરસાદ અને બદલાતા ઋતુચક્ર કારણે કેરીના પાકને નુકસાન પહોંચવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. 

New Update
  • ગીરની કેસર કેરી પર ગ્રહણના સંકેત

  • કમોસમી વરસાદ અને બદલાતી ઋતુથી ચિંતા

  • ખેડૂતો કેરીના સારા પાક માટે ચિંતાગ્રસ્ત

  • આંબા પર મોરના બદલે નવી કૂંપળો ફૂટી નીકળી

  • ઇવાતો અને રોગના પરિણામે પાક બગડવાની ભીતિ   

ગીર સોમનાથની શાન ગણાતી કેસર કેરી પર આ વર્ષે ખરેખર કુદરતી પરિબળો અને રોગચાળાનું ગ્રહણ લાગ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતો અત્યારે બેવડી મુસીબતનો સામનો કરી રહ્યા છે. એક તો મોડી સીઝન અને બીજું જીવાતોનો ઉપદ્રવ,દિવાળી પછી થયેલા વરસાદને કારણે જમીનમાં ભેજનું પ્રમાણ વધી ગયુંજેનાથી આંબામાં 'મોરઆવવાને બદલે નવી કૂંપળો (પાંદડા) ફૂટી નીકળી છે. આ કુદરતી પ્રક્રિયાને કારણે ફ્લાવરિંગ 1થી 1.5 મહિનો પાછળ ઠેલાયું છે.

 ડિસેમ્બરના અંત સુધી પણ તાપમાનમાં જે ઘટાડો (ઠંડી) થવો જોઈએ તે અનિયમિત રહેતા 70-80% બગીચાઓ હજુ ખાલી જોવા મળે છે. અને જે બગીચામાં ફ્લાવરિંગ આવ્યું છે,તેમાં રોગ અને જીવાતની સમસ્યા જોવા મળી રહી છે.

કૃષિ વિજ્ઞાનીના જણાવ્યા મુજબ ગીર સોમનાથ જિલ્લામાં 15 થી 16000 હેક્ટર જમીનમાં કેસર કેરીનું વાવેતર છે,આ વર્ષે કેસેટ કેરીનો પાક ઘણો લેટ છે. દિવાળી બાદ જે વરસાદ પડ્યો તેના કારણે આંબામાં નવા પાંદડાઓ આવી ગયા હતા.જેના કારણે એક થી દોઢ મહિનો ફ્લાવરિંગ લેટ થયું છે.હવે ફ્લાવરિંગ આવવાની શરૂઆત થઈ છે,ત્યારે મધિયો ઈયળ અને રોગ જોવા મળી રહયા છે. ખેડૂત મિત્રોને પાકને બચાવવા માટે જૈવિક દવાનો છંટકાવ કરવો જોઈએ.

Latest Stories