Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ: ભર ઉનાળામાં તાલાલાના રાયડી ગામે પાણી માટે ગ્રામજનો મારી રહ્યા છે વલખા

તાલાલા તાલુકાના ગીર પંથકમાં આવેલું રાયડી ગામ કે જ્યાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે લોકો પાણી ન હોવાના કારણે ઝઝુમી રહ્યાં છે.

X

ગીર સોમનાથ જિલ્લાના રાયડી ગામના લોકો ભર ઉનાળે પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે ગામની મહિલાઓ અને સ્થાનિકો દ્વારા પાણીના પોકાર સાથે તંત્ર વિરુદ્ધ આક્રોશ ઠાલવવામાં આવ્યો છે

ગીર સોમનાથના તાલાલા તાલુકાના ગીર પંથકમાં આવેલું રાયડી ગામ કે જ્યાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે લોકો પાણી ન હોવાના કારણે ઝઝુમી રહ્યાં છે. અને ભરઉનાળે પાણી માટે દુર દુર સુઘી ભટકવુ પડી રહ્યું છે. ગામમાં પાણીની તંગીના કારણે મજૂર વર્ગના લોકો હેરાન પરેશાન થઈ રહ્યાં છે. અને મજૂર વર્ગના લોકો મજૂરી અર્થે જાય તો પાણી વગરના રહે એવી સ્થિતીનું નિર્માણ થવા પામ્યું છે.ત્યારે ગામલોકોના જણાવ્યા મુજબ ગામમાં સરકારી જળ યોજનાઓમાં પણ પાણી અપાતું નથી. અને મહિલાઓ અસહ્ય ગરમી વચ્ચે પાણી ભરવા માટે મજબૂર બની રહી છે.

Next Story