Connect Gujarat
ગુજરાત

ગીરસોમનાથ: સરકારી નોકરીની લાલચ આપી લાખો રૂપીયા ખંખેરતી ટોળકી ઝડપાય,પોલીસે કાવતરાનો કર્યો પર્દાફાશ

સરકારી નૌકરીની લાલચ આપી લાખો રૂપીયા ખંખેરતી ત્રણ શખ્સોની ટોળકીને ગીર સોમનાથ પોલીસે ઝડપી લઈ મોટા કાવતરાનો પર્દાફાશ કર્યો છે.

X

સરકારી નૌકરીની લાલચ આપી લાખો રૂપીયા ખંખેરતી ત્રણ શખ્સોની ટોળકીને ગીર સોમનાથ પોલીસે ઝડપી લઈ મોટા કાવતરાનો પર્દાફાશ કર્યો છે.

સરકારી નોકરીની લાલચ આપી લાખો રૂપિયા ખંખેરતી ત્રણ શખસની ટોળકીને ગીર સોમનાથ પોલીસે ઝડપી લઈ મોટી છેતરપિંડીના કાવતરાનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકીને સરકારી નોકરીની તૈયારી કરતા 30 લોકોને છેતરી એક કરોડની છેતરપિંડી આચરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ટોળકી પાસેથી ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ, આઈપીએસ, સચિવોની બોગસ સહીવાળા લેટરો મળી આવતાં પોલીસે તપાસનો ધમધમાટ આગળ ધપાવ્યો છે. આ મુદ્દે જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપતાં જણાવ્યું હતું કે જૂનાગઢ, ગીર સોમનાથ સહિતના જિલ્લામાં રહેતા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાઓને જુદા જુદા વિભાગોમાં સરકારી નોકરીઓ અપાવી દેવાના વાયદા કરી ખોટા નિમણૂકપત્રો આપી લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો બનાવ આડકતરી રીતે પોલીસના ધ્યાનમાં આવ્યો હતો જેના આધારે પોલલિસે કાર્યવાહી કરી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે

Next Story