ગીરસોમનાથ: તાલાલા ગીરના ખેડૂતે વિશ્વ વિખ્યાત કેસર કેરીના આંબામાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી સફળતા મેળવી

ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતે વિખ્યાત કેસર કેરીના આંબામાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે અને અન્ય ખેડૂતોને પણ પ્રેરણા પૂરી પાડી છે

New Update

છેલ્લા ઘણાં વર્ષો થી ગ્લોબલ વોર્મિંગની અસર સાથે કેસર કેરીના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેના મૂળમાં એક કારણ કેરી પકવતા બાગાયતી ખેડૂતો દ્વારા કેરીના આંબા પર કલ્ટાર નામની રાસાયણિક દવાનો વધુ ઉપયોગ પણ કારણભૂત હોવાનું સામે આવ્યું છે ત્યારે તાલાલા ગીરના આંબળાશ ગામના ભરતભાઇ ભરગા નામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કેરી પકવતા બાગાયતી ખેડૂતો માટે પ્રેરક બન્યા છે.કેરીના આંબા પર કલ્ટાર નામની રાસાયણિક દવાના છંટકાવથી જે ઉત્પાદન મળે છે તે દેશી ગર્ડલીંગપધ્ધતીથી મેળવેલ છે.ગીરની કેસર કેરીની ખેતીમાં સંશોધન સાથે બાગાયતી ખેડૂતો માટે સરકાર દ્વારા તાલાલા ખાતે ઇન્ડો- ઇઝરાયેલ એક્સલન્સ સેન્ટર કાર્યરત કરાયું છે જેમાં ઇઝરાયેલ પદ્ધતિ ખેતીમાં સાથે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવે છે.ઇન્ડો- ઇઝરાયેલ એક્સલન્સ સેન્ટરના બાગાયતી અધિકારી વી.એન. બારડે આ પદ્ધતિ અંગે માહિતી આપી હતી

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી પર ભાર મૂકી ખેડૂતોને આ તરફ વળવા જહેમત ઉઠવાઈ રહી છે ત્યારે આંબળાશ ગીરના પ્રાકૃતિક ખેતી કરતાં પ્રગતિશીલ ખેડૂત ભરતભાઇ ભરગા ગીરના બાગાયતી ખેડૂતો માટે પ્રેરક બન્યા છે

Latest Stories