/connect-gujarat/media/post_banners/a8e011b2464299f6e9b3483cb901073707f93c7eda421138632e750d476e43a0.jpg)
ગીર સોમનાથ જીલ્લામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે
હાલ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ઉના ગીરગઢડા, સુત્રાપાડા પંથકમાં મોડી રાત્રિના તેમજ વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વહેલી સવાર સુધી વરસાદ વરસતા ઉના શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની બજારમાં રસ્તા પર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. કમોસમી વરસાદના પગલે ખેડૂતોના કેરી સહિત ઉનાળુ પાકને ભારે નુકસાન પહોંચ્યુ હતું. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો અને આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર થયેલા ઉનાળું પાક તલ, બાજરી, સહિતનો પાકનો ઉતારો લેવાનો હોય અને અચાનક વરસાદ કારણે ખેડૂતોના હાથમાં આવેલો કોળીયો છીનવાઈ ગયેલ હોય તેમ ખેતી પાકને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.