Connect Gujarat
ગુજરાત

ગીરસોમનાથ:વેરાવળ તાલુકાના તરબૂચ પકાવતા ખેડૂતોના હાલ બેહાલ,જુઓ ખેડૂતોને કેમ પડી રહી છે મુશ્કેલી

વેરાવળ તાલુકામાં તરબૂચ પકવતા ખેડૂતોની માઠી દશા બેઠી છે તરબૂચનો ભાવ ન આવતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો

X

ગીરસોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં તરબૂચ પકવતા ખેડૂતોની માઠી દશા બેઠી છે તરબૂચનો ભાવ ન આવતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મોટા ભાગના ખેડૂતો છેલ્લા ત્રણેક વર્ષથી તરબૂચની ખેતી તરફ વળ્યા છે.

ગત વર્ષે ખેડૂતોને 1 કિલો તરબૂચના 10 થી 12 રૂપિયા ભાવ મળતા ખેડૂતોને મહેનતનું સારું વળતર મળી રહેતું હતું પરંતુ આ વર્ષે ખેડૂતોના હાલ બે હાલ થયા છે.તરબૂચનું વાવેતર કરનાર વેરાવળના આંબલીયાળા ગામના યુવા ખેડૂત વિનોદ બારડના જણાવ્યા મુજબ તરબૂચની ખેતીમાં એક એકર દીઠ 60 હજાર જેટલો ખર્ચ આવે છે.જેની સામે આ વર્ષે ખેડૂતો તરબૂચના ભાવ ગગડી જતાં 10 હજાર જેટલું નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.હાલ માત્ર બે થી ત્રણ રૂપિયા કિલો તરબૂચની બજાર કિમત હોય જેને લઇ ખેડૂતોને એક એકરે 10000ની નુકસાની આવતી હોવાનું જણાવી રહ્યા છે..

Next Story