Connect Gujarat
ગુજરાત

ગીરસોમનાથ: કમોસમી વરસાદના કારણે તલાલા પંથકની કેસર કેરીને વ્યાપક નુકશાન

ગીર સોમનાથ જિલ્લા તાલાલા તાલુકામાં કેસર કેરીની સીઝન શરૂ થઈછે અને હજુ દસથી વીસ ટકા જ કેરી માર્કેટમાં આવી છે

X

ગીર સોમનાથ જિલ્લા તાલાલા તાલુકામાં કેસર કેરીની સીઝન શરૂ થઈછે અને હજુ દસથી વીસ ટકા જ કેરી માર્કેટમાં આવી છે ત્યારે માવઠાના કારણે કેરીનાં પાકને વ્યાપક નુકશાન પહોંચ્યુ છે

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં કેસરકેરીની સીઝન શરૂ થઈ હજુ દસથી વીસ ટકા જ કેરી માર્કેટમાં આવી છે. તે પણ માવઠાના વરસાદ વચ્ચે ત્યારે હજુ એંસી ટકા કેરીનો પાક ગીર પંથકની આંબાવાડીઓમાં ઝુલે છે. ત્યારે તાલાલા પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસવાના કારણે કેરી સહિતના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું હતું.ગીર પંથકના હરિપુર ગામે આંબા પરથી કેરી ખરી પડી હતી જેના કારણે ખેડૂત અને આંબાવાડીના ઇજારાદારને નુકશાન થયુ હતું. કમોસમી વરસાદના કારણે વિવિધ પાકને થયેલ નુકશાન બાબતે સરકાર દ્વાર રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ખેડૂતો આ રાહત પેકેજની રાહ જોઈ રહ્યા છે

Next Story