/connect-gujarat/media/post_banners/d6d61092ffba31ee493d8a1b07355dd5e9700017ba8fe4794b756c74dc520b6c.webp)
ગીરસોમનાથ જિલ્લામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. સગા પિતાએ અંધશ્રધ્ધાના નામે પોતાની 14 વર્ષની દીકરીની બલી ચઢાવી હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ધાવા ગીર ગામના વાડી વિસ્તારના પોલીસના બાતમીદારોએ બાતમી આપી હતી કે, અહીંના વાડી વિસ્તારમાં ભાવેશભાઈ અકબરી નામના વ્યક્તિ રહે છે. જે અગાઉ સુરત રહેતા હતા અને છેલ્લા છ મહિનાથી અહીં વતનમાં આવીને રહે છે. તેમની 14 વર્ષની માસુમ બાળકી ધોરણ 9 માં અભ્યાસ કરે છે. આ માસુમ દીકરીની આઠમાં નોરતાના દિવસે રાત્રીના તેના જ પિતાએ બલિ ચડાવ્યો હોવાની આશંકા સાથેની કેફિયત જણાવી હતી, જે વિગતો સાંભળી એક તબક્કે પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. બાદમાં ઉચ્ચ અધિકારીઓના ધ્યાને બાતમીની વિગતો મુકયા બાદ પોલીસની ટીમોએ ભાવેશભાઈ અકબરીની વાડીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં વાડીમાં રહેલી શેરડીની વાડમાંથી બે બાચકા અને એક રાખ ભરેલી કોથળી મળી આવી છે અને બાચકાની અંદર કપડા અને રાખ પણ જોવા મળી હતી.14 વર્ષીય માસુમ બાળકીની આઠમા નોરતે બલિ ચઢાવ્યા બાદ તેના મૃતદેહને ચાર દિવસ સુધી એક ગોદડામાં વીંટાળીને રાખવામાં આવ્યો હતો.
બાદમાં ગણ્યાગાઠિયા પરીવારજનોની હાજરીમાં માસુમ બાળકીની અંતિમક્રિયા વિધિ કરી નાખવામાં આવી હતી.આ મામલામાં પિતાએ જ બાળકીની અંધશ્રધ્ધામાં બલી ચઢાવી હોવાનો મોટો ઘટસ્ફોટ થતાં પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.