Connect Gujarat
ગુજરાત

ગીરસોમનાથ: સમુદ્ર કિનારેથી અઢી કરોડનો 160 કીલો શંકાસ્પદ ચરસનો જથ્થો મળી આવતા ચકચાર

ગીરસોમનાથ જિલ્લાના દરિયાકાંઠેથી શંકાસ્પદ ચરસનો મોટો જથ્થો મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

X

ગીરસોમનાથ જિલ્લાના દરિયાકાંઠેથી શંકાસ્પદ ચરસનો મોટો જથ્થો મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલામાં પાકિસ્તાનનું કનેક્શન બહાર આવે એવી શકયતા છે.

ગીરસોમનાથના સમુદ્ર કિનારા પરથી મળી આવેલ શંકાસ્પદ ચરસના જથ્થા મામલે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા એ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે વેરાવળ તાલુકાના આદ્રી ગામથી સોમનાથ નજીકના લાટી ગામ સુધીના દરિયા કિનારાના કોસ્ટલ બેલ્ટ પરથી શંકાસ્પદ પેકેટો મળી આવ્યા હતા.160 પેકેટ 1-1 કિલોના મળી 160 કીલોનો જથ્થો પોલીસે કબજે કર્યો છે.

પોલીસનું અનુમાન છે કે, આ પદાર્થ ચરસ હોય અને હાલ 160 કી.લોની કિંમત 2.5 કરોડ જેટલી થાય છે અને પરીક્ષણ માટે FSLની મદદ લેવાઈ છે.વધુ માં એસ. પી. જાડેજાએ એ પણ જણાવ્યું હતું કે,આ શંકાસ્પદ નશાકારક દ્રવ્યોના પેકેટો સાથે એક બેગ પણ મળી આવી છે જેના પર પાકિસ્તાનની હબીબ સુગર મિલનો માર્ક અને મેડ ઈન પાકિસ્તાનનો માર્ક મળ્યો છે. જેથી રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ પણ આ કેસમાં ઇનવોલ થાય તેવી શક્યતાઓ છે. જથ્થો દરિયાની મધ્યે કોઈ બોટમાંથી પકડાવાની બીકે ફેકી દેવાયો હોય તેમ પણ બની શકે છે. જે બાદમાં દરિયાની ભરતીમાં તરતો તરતો કાંઠે પહોંચ્યો હોઈ શકે છે.

Next Story