/connect-gujarat/media/post_banners/4a98d8a417ffbb51046c493401228de4f5f84ec7ffa63467132d36fca62c9c99.jpg)
ગીર સોમનાથ પંથકના આપના નેતા ભગુવાળા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતરમાં જ કોગ્રેસ છોડી આપમાં જોડાયેલા ગીર સોમનાથ પંથકના ભગુ વાળા સામે દુષ્કર્મની ફરીયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. યુવતીને ફિલ્મમાં કામ આપવાની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યો હોવાનો ભગુ વાળા સામે આરોપ લાગ્યો છે. જેને લઈને યુવતીને મેડીકલ ચેકઅપ સહીતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગે જાણવા મળતી વિગત અનુસાર મોડેલ બનવા માંગતી યુવતીએ તેની મહિલા મિત્રને વાત કરી હતી. જે અંગે તેણીએ તેની અન્ય મિત્ર થકી વેરાવળમાં રહેતા વિશ્વાસ ફિલ્મના માલીક ભગુ વાળાને ઓળખતી હોવાથી તેની સાથે મિટિંગ કરવી દેશે તેવી ખાતરી આપી હતી. ત્યારબાદ આ અંગે વાત કરતાં ભાગુ વાળાએ યુવતીને ઓફીસે લઈ આવાની વાત કરી હતી. ત્યારબાદ યુવતી આવતા પીડિતાને બાઇકમાં બેસાડીને ભગુ તેના ફ્લેટ પર લઈ ગયો હતો. જ્યાં જ્યાં બે ફોટોગ્રાફર આવ્યાં જેને મોડેલીંગ ફોટોશુટ કરવાનું નક્કી કર્યુ હતુ. ત્યારબાદમાં ફોટોગ્રાફરો ચાલ્યા ગયા હતા આ વેળાએ એકલતાનો લાભ લઇ ભાગુ વાળાએ યુવતીને કહ્યું કે, તું મારી સાથે સંબંધ રાખ હું તને ફેમસ કરી દઈશ. ત્યારબાદ યુવતીએ મનાઈ કરવા છતાં પણ ભગુએ બદનામ કરવાની ધમકી આપી તેની પર દુષ્કર્મ ગુજર્યુ હતું.પોલીસે આપ નેતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે