ગીર સોમનાથમાં વરસાદના વિરામના આઠ દિવસ થવા છતાં ખેતરો પાણીથી તરબોળ જોવા મળી રહ્યા છે ત્યારે ખેતીના ઊભા પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે આ દ્ર્શ્યો છે ગીર સોમનાથના સુત્રાપાડા પંથકના, જ્યાં સુત્રાપાડા શહેરથી ઝાલા, વાવટી, લોઢવા, સિંગસર,ધામળેજ અને પાધરૂકા ગામ સુધી ખેતરો પાણીથી તરબોળ જોવા મળી રહ્યા છે અને પાક પાણીમાં જોવા મળી રહ્યો છે. જોકે એવું નથી હાલ ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ છે. વરસાદે તો આઠ દિવસ પહેલા જ ગીર સોમનાથ જિલ્લામાં વિરામ લીધો છે પરંતુ ખેડૂતોના ખેતરોમાં પાણી હજુ ઓસર્યા નથી અને ખેડૂતોનો સંપૂર્ણ પાક પાણીમાં તરબોળ જોવા મળી રહ્યો છે.સતત એક મહિનો ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ અને છેલ્લા દોઢ મહિનાથી સતત આ વિસ્તારના ખેડૂતો ના ખેતરો બેટમાં ફેરવાયેલા જોવા મળે છે જેના કારણે ખેતીના ઊભા પાકને વ્યાપક નુકશાન પહોંચ્યુ છે
ગીરસોમનાથ: વરસાદના વિરામ બાદ પણ ખેતરો બેટમાં ફેરવાયા,ઊભા પાકને વ્યાપક નુકશાન
ખેડૂતો ના ખેતરો બેટમાં ફેરવાયેલા જોવા મળે છે જેના કારણે ખેતીના ઊભા પાકને વ્યાપક નુકશાન પહોંચ્યુ છે
New Update