પાકિસ્તાન જેલમાં બંધ માછીમારો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે પહોંચતા પરિવારજનો સાથે ભેટો થયો હતો. આ દરમ્યાન લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા
ભારતીય જળ સીમા પરથી છાસવારે નાપાક પાકિસ્તાન મરીન દ્વારા માછીમારોને બંધક બનાવી જેલમાં ધકેલી દેવામાં આવે છે અને સમયાંતરે માછીમારોને મુક્ત કરાય છે. આ સમાચાર પરિવારજનોને પહેલાથી જ આપવામાં આવે છે ત્યારે વર્ષથી વિખુટા રહેલા પરિવારમા પણ હરખ અને અનોખા ઉજમ જોવા મળતો હોય છે ત્યારે પરિવારજનો વેરાવળ ફીશરીઝની ઓફીસ હાથમા ફુલહાર લઇને મોટી સંખ્યામાં પહોંચ્યા હતા જો કે આખો દિવસ તડકો ખાધા બાદ માચ્છીમાર સાંજના સાત વાગ્યા પહોંચ્યા હતા ત્યારે 198 જેટલા માછીમારોને મુક્ત કરવામાં આવેલ જેમા ગુજરાતના 184 અને અન્ય રાજ્યનો 14 માચ્છીમારને મુકત કરવામાં આવેલ જે 2018થી પાકિસ્તાન જેલમાં કેદ હતા તેઓ આજે વેરાવળ ફિશરીઝ વિભાગની ટિમ દ્વારા આ માછીમારોને વાઘા બોર્ડર ખાતેથી લાવી આજે વેરાવળ ઓફીસ ખાતે તેમના પરિવારજનોને સુપરત કર્યા હતા. જોકે વર્ષો સુધી જેલમાં યાતના વેઠી પરત આવેલા માછીમારોનું સ્વજનો સાથે મિલન થતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.