Connect Gujarat
ગુજરાત

ગીરસોમનાથ: વેરાવળમાં વર્કશોપની આડમાં બાયો ડીઝલનું વેચાણ ઝડપાયું, 15.50 લાખનો મુદ્દામાલ જપ્ત

વેરાવળમાં ટ્રક ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશનના પુર્વ પ્રમુખના વર્કશોપમાં દરોડો; પોલીસે બાયો ડીઝલનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડયો

X

રાજય સરકારે બાયો ડીઝલના વેચાણ પર પ્રતિબંધ ફરમાવી દીધો હોવા છતાં રાજયમાં હજી બાયો ડીઝલના વેચાણનો વેપલો ચાલી રહયો છે. ગીર સોમનાથના વેરાવળમાં જિલ્લા ટ્રક -ટ્રાન્સપોર્ટ એસોસીએશનના પુર્વ પ્રમુખ જ શંકાસ્પદ બાયોડીઝલ વેચતાં પોલીસના હાથે ઝડપાયાં છે. ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ-સોમનાથ બાયપાસ રોડ પર તાલાલા ચોકડી પાસે ટ્રક વર્કશોપની આડમાં સતીષ વાળા સહિતના ઈસમો ગેરકાયદે રીતે બાયોડિઝલ વેચતાં હોવાની બાતમી મળતા ખુદ એએસપી દરોડો પાડી સપાટો બોલાવ્યો હતો. દરોડા સમયે વર્કશોપમાં સતીષ વાળા, પરબત સોલંકી બાયોડીઝલના વેચાણ કરી રહેલ જ્યારે ડ્રાઇવર રામ કોડીયાતર પોતાની ટ્રકમાં બાયો ડીઝલ ભરાવી રહેલ હતો. વર્કશોપમાં અન્ડર ગ્રાઉન્ડ લોખંડના ટાકામાં તેમજ પીક અપ ગાડી માં રાખેલ સીનટેક્સ ટાંકીમાં પીળા કલરના શંકાસ્પદ બાયો ડિઝલનો અંદાજે 12 હજાર લિટરનો જથ્થો મળી આવેલ હતો. આ ઉપરાંત ટ્રક વર્કશોપના કમ્પાઉન્ડમાં અન્ય બે ટ્રકો પણ બાયો ડીઝલ ભરાવવા આવેલ હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પરથી કુલ 15.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવાયો હતો. બનાવ અંગે એએસપી ઓમપ્રકાશ જાટે વધુ માહિતી આપી હતી.

Next Story