ગીરસોમનાથ જિલ્લાનાં ચાંડુવાવ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાઈ હતી જેમાં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં ગીરસોમનાથ જિલ્લાનાં ચાંડુવાવ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
ચાંડુવાવ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ના પ્રસંગિક ઉદબોધનમાં અમિત શાહે જણાવ્યું હતું કે
આઝાદ ભારતમાં ઘણા વર્ષો સુધી લાઈટ,પાણી ઘર તેમજ અન્ય સુવિધા ન હતી તે એક ભારત હતું.2014 બાદ નરેન્દ્રભાઈએ સંકલ્પ કર્યો અને અનેક પ્રકારની સુવિધાઓથી 60 કરોડ લોકોના જીવનના પરિવર્તનની શરૂઆત થઈ છે.વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જે લાભાર્થીઓ બાકી છે તેઓને આવતા પાંચ વર્ષમાં સૌને બધુ જ આપી દેવાનું છે,કોઈ બાકી નહીં રહે.