/connect-gujarat/media/post_banners/865d5c5804b8d858b5ebbd4526fb98dfb779cd3efd3548035ebceb3cd86694dd.webp)
જૂનાગઢની આન બાન અને શાન ગણાતા એવા ઉપરકોટના કિલ્લાની હવે મુસાફરો મુલાકાત લઈ શકશે. લોકોની આતુરતાનો હવે અંત આવ્યો છે. આવતી કાલે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ઉપરકોટના કિલ્લાને લોકો માટે ખુલ્લો મૂકશે. જેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જૂનાગઢનાં રોડ રસ્તાઓ પણ રીપેર કરવામાં આવ્યા છે. આ સાથે કિલ્લાને સાફ કરીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ સિવાય ભૂપેન્દ્ર પટેલ વહીવટી તંત્ર અને કોર્પોરેશન દ્વારા લોકાર્પણના અનેક કામો કરશે. તેમજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાનું સંમેલન પણ યોજાશે. આવતીકાલે મુખ્યમંત્રી સવારે 10:00 કલાકે પીટીસી હેલીપેડ ખાતે આગમન કરશે અને ત્યારબાદ બગડું ખાતે એક સમારંભમાં હાજરી આપશે અને ત્યાંથી મુખ્યમંત્રી ગિરનાર ખાતે માં અંબાના દર્શને જશે અને દર્શનથી પરત ફરિયાદ રીનોવેશન કરેલા અને જૂનાગઢની શાન સમાન ઉપરકોટના કિલ્લાને લોકો માટે ખુલ્લો મુકશે. ટાઉનહોલ ખાતે વહીવટી તંત્ર અને કોર્પોરેશન દ્વારા વિવિધ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અનુસૂચિત જાતિ મોરચાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી હાજરી આપશે.