ગુજરાતમાં UCC લાગુ કરવા માટે સરકારની તૈયારી,સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં થશે કમિટીની રચના

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વની જાહેરાત કરાઈ છે. પત્રકાર પરિષદ સંબોધિત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું,

New Update
a

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વની જાહેરાત કરાઈ છે. પત્રકાર પરિષદ સંબોધિત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતુંકે'ભારતીયતા આપણો ધર્મ છે અને ભારતનું બંધારણ નાગરિક ધર્મ નિભાવવા માટે સૌનું પથદર્શન કરતું આવ્યું છે.

પીએમ નરેન્દ્ર મોદીએ સૌને સમાન હક મળે તે માટે યુનિફોર્મ સિવિલ કોડનો નિર્ણય લીધો છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કહેવું તે કરવું તે સિદ્ધાંતને અનુસરે છે.ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે આગળ વધી રહી છે.યુનિફોર્મ સિવિલ કોડ અંગે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઇની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કેગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ની જરૂર સ્વીકારવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની આગેવાનીમાં હેઠળ કમિટી રચના કરાશે. જેમાં વરિષ્ઠ નિવૃતIAS અધિકારી સી.એલ. મીનાએડવોકેટ આર.સી.કોડેકરપૂર્વ વાઈસ ચાન્સેલર દક્ષેસ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફ સભ્ય હશે.45દિવસમાં આ કમિટી રિપોર્ટ આપશે,જે બાદ રાજ્ય સરકાર આગળ નિર્ણય કરશે.

પત્રકાર પરિષદમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, 45દિવસમાં કમિટી દ્વારા જે રિપોર્ટ આવશે તેનો રિવ્યૂ કરવામાં આવશે.આ રિવ્યુ બાદ સરકાર યોગ્ય નિર્ણય લેશે. કોઈ જ્ઞાતિ-જાતિને નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.ખાસ કરીને આદિવાસી સમાજને કોઈ નુકસાન ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ કાયદો કોઈ એક સમાજ માટે નથી લાવવામાં આવી રહ્યોતમામ નાગરિકો માટે સમાન કાયદો રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.