જૂનાગઢ: સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ઠંડીમા પ્રાણીઓને રક્ષણ આપવા પાંજરામાં ઘાસ નેટનું સુરક્ષા કવચ લગાવાયું

આગામી દિવસોમાં હાડ થીજાવતી ઠંડી પડવાની શક્યતાઓ છે,ત્યારે જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓ પક્ષીઓને ઠંડીથી બચાવવા માટે તૈયારીઓ કરી દેવામાં આવી

New Update
  • સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે કરાઈ વ્યવસ્થા

  • ઠંડી સામે પ્રાણીઓને રક્ષણ આપવા માટે વ્યવસ્થા ઉભી કરાઈ

  • પાંજરામાં ઘાસ નેટનું રક્ષા કવચ લગાવવામાં આવ્યું 

  • પ્રાણીઓના ખોરાકમાં પણ કરાયો વધારો

  • મોટી સંખ્યામાં પ્રવાસીઓ પ્રાણી સંગ્રહાલયની લઇ રહ્યા છે મુલાકાત  

જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં શિયાળાની ઠંડીને લઇ પ્રાણીઓ ના પાંજરામાં ઘાસ નેટ નાખવામાં આવ્યા છે,તો બીજી તરફ પશુ પંખીઓ અને પ્રાણીઓના ખોરાકમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

હાલમાં શિયાળાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે અને કડકડતી ઠંડીનો દોર શરૂ થઈ ચૂક્યું છે અને આગામી દિવસોમાં હાડ થીજાવતી ઠંડી પડવાની શક્યતાઓ છે,ત્યારે જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓ પક્ષીઓને આ કાતિલ ઠંડીથી બચાવવા માટે તૈયારીઓ કરી દેવામાં આવી હતી.સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયનાDCF અક્ષય જોષી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના પ્રશાસન દ્વારા વન્ય પ્રાણીઓને કાતિલ ઠંડીથી બચાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

જેમાં સિંહ વાઘ દીપડા,વરૂ તેમજ ઝરખ માટેના નાઈટ  શેલ્ટર પાંજરાઓમાં ઘાસ પાથરવામાં આવ્યું છે.આ સાથે જ ગ્રીન નેટની આડશ કરવામાં આવી છે.જ્યારે વન્ય પ્રાણીઓના ખોરાકમાં પણ વધારો કરવામાં આવ્યો છે,જેથી પૂરતા પ્રમાણમાં ગરમી મળી રહેઆ ઉપરાંત વેટરનરી ડોક્ટર પેરામેડિકલ સ્ટાફ તેમજ એનિમલ કિપર્સ દ્વારા અન્ય પ્રાણીઓના હેલ્થનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

પક્ષીઓના પાંજરામાં પણ ઠંડા પવન ન જાય તે માટે ગ્રીન નેટની વ્યવસ્થા કરવામાં આવી છેઆ ઉપરાંત જરૂર જણાય ત્યાં પાંજરામાં હીટરની વ્યવસ્થા કરવામાં આવી છે.જ્યારે પક્ષીઓ માટેની આર્ટિફિશિયલ નેટની વ્યવસ્થા કરવામાં આવી છે તો બીજી તરફ સાપ અજગર જેવા માટે લેમ્પ અને માટલા પણ ગોઠવવામાં આવ્યા છે.આ ઉપરાંત સૂકાઘાસના પાથરણા પણ બનાવવામાં આવ્યા છે.સાબર હરણ જેવા તૃણાહારી પ્રાણીઓ માટે લીલાઘાસ ચારામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

અને ગ્રીન નેટ લગાવવામાં આવી છે.સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રહેલા તમામ પ્રકારના પ્રાણીઓ પક્ષીઓની સ્વચ્છ અને ગુણવત્તાસભર ખોરાક મળી રહે તે માટે સુવિધા કરવામાં આવી છે.આ સાથે પાણીની માત્રામાં પણ વધારો કરવામાં આવ્યો છે તેમજ વન્ય પ્રાણીઓનું સતતCCTV દ્વારા હેલ્થ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવતા પ્રવાસીઓ દ્વારા વન્ય પ્રાણીઓને નિહાળીને આનંદ વ્યક્ત કર્યો હતો.

Read the Next Article

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી વ્યક્ત

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.

New Update
csss

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આજે પણ રાજ્યમાં ચાર વાગ્યા સુધીમાં 47 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ આજે અને 26થી 28 જુલાઈ વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદી આગાહીને પગલે 23થી 26 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.અમદાવાદમા પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.આજે રાજ્યમાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી તાલુકામાં સવા બે ઈંચ, મહિસાગરના કડાણામાં દોઢ ઈંચ, તો નવસારીના ગણદેવીમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.