વેરાવળમાં લશ્કરી ઈયળના ઉપદ્રવથી ખેડૂતો પરેશાન
15થી 20 હજારની દવા છાંટવા છતાં ઈયળનો ઉપદ્રવ
ખેડૂતોના બિયારણ,દવા મંજૂરી સહિતના ખર્ચા માથે પડ્યા
મગફળી, સોયાબીન અને તુવેરના પાકમાં નુકસાની
લુંભા,ભેટાળી, માથાસૂરીયા સહિતના ગામોના ખેડૂતો ચિંતિત
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લશ્કરી ઈયળનો ઉપદ્રવ ખેડૂતો માટે મોટી સમસ્યા બની ગયો છે.લુંભા, ભેટાળી, માથાસૂરીયા અને ખંઢેરી સહિતના ગામોમાં સેંકડો ખેડૂતો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લશ્કરી ઈયળનો ઉપદ્રવ ખેડૂતો માટે મોટી સમસ્યા બની ગયો છે,દવાના છંટકાવ બાદ પણ મગફળી સોયાબીનના પાકમાં નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
ભેટાળી ગામના ખેડૂત વરજાંગ સેવરા અને અરજણ સોલંકીના જણાવ્યા મુજબ, છેલ્લા દસ દિવસથી વરસાદી વાતાવરણમાં મગફળી, સોયાબીન અને તુવેરમાં લીલી અને કાળી લશ્કરી ઈયળનો ઉપદ્રવ વધ્યો છે. આ ઈયળ ઊભા પાકને કોરી ખાય છે.
ખેડૂતોએ પાકને બચાવવા 15થી 20 હજાર રૂપિયાની દવાનો છંટકાવ કર્યો છે. પરંતુ તડકો ન હોવાને કારણે દવા અસરકારક નીવડતી નથી. ખેડૂતોએ બિયારણ, મજૂરી અને દવાના ખર્ચા કર્યા છે. હવે તેમને મગફળી અને સોયાબીન સહિતના પાક નષ્ટ થવાની ચિંતા સતાવી રહી છે.