Connect Gujarat
ગુજરાત

ગુજરાત : શિવરાજપુરમાં બનશે ગોઆ જેવો બીચ, મુખ્યમંત્રીએ પણ લીધી બીચની મુલાકાત

દેવભૂમિ દ્વારકાના પ્રખ્યાત યાત્રાધામ દ્વારકામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પહોંચ્યા. શિવરાજપુર બીચ ખાતે થનાર વિકાસના કાર્યોની સમીક્ષા કરી બીચ પર નિરીક્ષણ પણ કર્યું.

X

દેવભૂમિ દ્વારકાના પ્રખ્યાત યાત્રાધામ દ્વારકામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પહોંચ્યા. શિવરાજપુર બીચ ખાતે થનાર વિકાસના કાર્યોની સમીક્ષા કરી બીચ પર નિરીક્ષણ પણ કર્યું અને ગોવા કરતા પણ સારો બીચ બનશે અને દારૂ નહિ જ વેચાય તેવું જાહેર કર્યું અને ખાસ દ્વારકાધીશ જગત મંદિરમાં વિજળી પડતા ધ્વજદંડ અનવ ધ્વજાને નુકશાન ગયું ત્યારે ખાસ દ્વારકાધીશ મંદિર ખાતે ધ્વજારોહણ કરવા પહોંચ્યા.

દ્વારકા નજીક આવેલ શિવરાજપુર બીચ ખાતે આજ રોજ સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચ્યા હતા. ત્યારે શિવરાજપુર બીચ ખાતે વિકાસના કર્યો ની સમીક્ષા કરી હતી. શિવરાજપુર બીચ ખાતે મુખ્યમંત્રીએ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે મળીને ચર્ચાઓ કરી બારીકીથી સમીક્ષા કરી હતી. બાદમાં શિવરાજપુર બીચ પર નિરીક્ષણ કર્યું હતું. ખાસ ગુજરાતના પ્રવાસન મંત્રી જવાહર ચાવડા અને પ્રવાસન વિભાગના સેક્રેટરી પણ સાથે રહ્યા હતા. ત્યારે તમામ પ્રોજેકટ અંતર્ગત જિનવત ભરી ચર્ચાઓ કરી હતી. બાદમાં ગોવામાં બીચ પ્રખ્યાત છે. ત્યારે શિવરાજપુર બીચને વલ્ડ કલાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તે પ્રમાણેની કામગીરી કરવામાં આવશે અને ગોવાઆ દારૂ બાંધી નથી પરંતુ ગુજરાત ના શિવરાજપુર બીચ ખાતે પણ દારૂ બંધી જ રહેશે. જ્યારે દ્વારકા ખાતે તાજેતરમાં થયેલા વીજળી પડવાની ઘટનાને લઈને ધ્વજદંડ અને ધજાને નુકશાન ગયું હતું તેને લઈને ધ્વજારોહણ કરવા માટે આવ્યા હોય ત્યારે દ્વારકા ખાતે ની મુલાકાતને મહત્વની ગણાવી હતી.

Next Story
Share it