/connect-gujarat/media/post_banners/3b1e1a5c2a3ce4edaabd60b5e3b907c1f42f893efcc72e340d084e6587a654b1.webp)
ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. જેની તમામ પક્ષો દ્વારા તૈયારીઓ થઇ રહી છે. આ નવરાત્રીથી ગુજરાતમાં બીજેપી પણ ઝંઝાવતી પ્રચાર કરતી દેખાશે. નવરાત્રી શરૂ થતા ભાજપના કદાવર નેતા પીએમ મોદી અને અમિત શાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવશે, જ્યારે પીએમ મોદી 5 દિવસમાં 12થી વધુ જન સભા સંબોધશે.
નવરાત્રી શરૂ થતાં જ PM મોદીનો ઝંઝાવાતી ગુજરાત પ્રવાસ શરૂ થવાનો છે. મળી રહેલા તેમના કાર્યક્રમ પ્રમાણે, વડાપ્રધાન મોદી 5 દિવસમાં 12થી વધુ જનસભા ગજવવાના છે. આ દરમિયાન અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે. 29, 30 સપ્ટેમ્બરે સુરત, ભાવનગર, અંબાજીના પ્રવાસે આવવાના છે. આ સાથે તેઓ ઓક્ટોબરના 3 દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 9, 10 અને 11 ઓક્ટોબરના એમ 3 દિવસ ગુજરાત પ્રવાસ પર આવી રહ્યા છે. પીએમ મોદીનો 9 ઓક્ટોબરે મોડાસામાં સંભવિત પ્રવાસ છે. આ સાથે 10 ઓક્ટોબરના રોજ જામનગર અને ભરૂચના પ્રવાસે છે. 11 ઓક્ટોબરના રોજ રાજકોટના જામકંડોરણાના પ્રવાસે આવવાના છે. આ ઉપરાંત પીએમ મોદી સપ્ટેમ્બરમાં પણ ગુજરાત પ્રવાસે છે. પીએમ મોદી પહેલા ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ આગામી 27 સપ્ટેમ્બર એટલે બીજા નોરતે ગુજરાત પ્રવાસે જવાના છે. તેઓ ગાંધીનગરના કલોલમાં રાજ્ય કામદાર વીમા યોજનાની અદ્યતન 150 બેડની હોસ્પિટલનું ખાતમુર્હૂત કરવાના છે. નોંધનીય છે કે, તેઓ સામાન્ય રીતે દર નવરાત્રીમાં પોતાના વતન માણસાના મંદિરમાં પરિવાર સાથે પુજા-અર્ચના કરે છે, ત્યારે આ વખતે પણ તેઓ પરિવાર સાથે માણસાની મુલાકાત કરશે.