/connect-gujarat/media/media_files/2025/04/14/lAg2Io14IkFKFktVNrPY.png)
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામ વહેલા જાહેર થાય તેવી શક્યતા વર્તાઈ રહી છે.
બોર્ડની પરીક્ષાના પરિણામને લઈને શિક્ષણ મંત્રીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, 'ગત વર્ષની જેમ આ વર્ષે પણ પરિણામ વહેલા જાહેર થઈ શકે છે. મે મહિનાની શરૂઆતમાં બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થવાની શક્યતા.'
રાજ્યમાં બોર્ડના પરીક્ષાના પરિણામને લઈને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, 'ધોરણ 10-12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા વહેલી લેવામાં આવી હોવાથી પરિણામ પણ વહેલા જાહેર થવાની શક્યતા છે. આ માટે બોર્ડનો સ્ટાફ મહેનત કરી રહ્યો છે, ત્યારે આગામી મે મહિનાના પહેલા અઠવાડિયામાં ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થવાની શક્યતા છે.'