Connect Gujarat
ગુજરાત

ગુજરાત : BSFની મોટી કાર્યવાહી, ભારતીય સરહદમાં ઘૂસતા બે પાકિસ્તાની માછીમારોની ધરપકડ

બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ ભારતીય વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા બે પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી છે

ગુજરાત : BSFની મોટી કાર્યવાહી, ભારતીય સરહદમાં ઘૂસતા બે પાકિસ્તાની માછીમારોની ધરપકડ
X

બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ ભારતીય વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા બે પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી છે. બંનેની હરામી નાળા પાસે ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભારતીય વાયુસેના, સર્વેલન્સ ઓપરેશન દરમિયાન હરામી નાલા પાસે લગભગ 11:40 વાગ્યે થોડી હિલચાલ જોવા મળી હતી. કેટલાક માછીમારો અહીં 6 બોટ સાથે જોવા મળ્યા હતા. આ પછી એરફોર્સે બીએસએફને આ અંગે એલર્ટ કરી દીધું.

વાયુસેના દ્વારા આપવામાં આવેલી માહિતી બાદ તરત જ બીએસએફ દ્વારા સમગ્ર વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બીએસએફ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 900 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા હરામી નાલા વિસ્તારમાં તરત જ એક વિશેષ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં અત્યાર સુધીમાં BSF જવાનોએ બે પાકિસ્તાની માછીમારોને પકડી લીધા છે અને ઓપરેશન ચાલુ છે.

અધિકારીઓએ જણાવ્યું કે માછીમારોની ઓળખ યાસીન શેખ (35) અને મોહમ્મદ શેખ (25) તરીકે થઈ છે, બંને પાકિસ્તાનના સુજાવલ જિલ્લામાં ઝીરો પોઈન્ટ વિસ્તાર નજીકના એક ગામના રહેવાસી છે. આ પહેલા 5 ઓગસ્ટના રોજ BSFએ એક પાકિસ્તાની માછીમારને પકડી લીધો હતો અને તે જ વિસ્તારમાંથી પાંચ બોટ જપ્ત કરી હતી.

Next Story