ગુજરાત : દિવાળી પર્વમાં ભક્તોના પ્રવાહને ધ્યાનમાં રાખીને ચોટીલામાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર

સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે દિવાળીના પર્વમાં માઁ ચામુંડાના દર્શન અર્થે ખુબ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે

New Update
  • દિવાળીમાં ઉમટે છે ભક્તોની ભીડ

  • ચોટીલામાં ભક્તોની જામે છે ભક્તોની ભીડ

  • માઇભક્તોની સુવિધા માટે મહત્વનો નિર્ણય

  • ચોટીલામાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર

  • ભોજન પ્રસાદીનો સમય રાબેતા મુજબ યથાવત    

સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે દિવાળીના પર્વમાં માઁ ચામુંડાના દર્શન અર્થે ખુબ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે.ત્યારે માઇભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

દિવાળીના તહેવાર પર ભક્તોની ભીડને ધ્યાને લઈને ચોટીલા ચામુંડા માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આગામી તારીખ 22 ઓક્ટોબરથી તારીખ 26 ઓક્ટોબર સુધી ચોટીલા ડુંગર પગથિયાના દ્વાર સવારે 3.30 વાગ્યે ખુલશે અને સવારની આરતી 4.00વાગ્યે થશે.

તારીખ 27 ઓક્ટોબરથી તારીખ 4 નવેમ્બર સુધી સુધી ડુંગર પગથીયાંના દ્વાર સવારે 4.30 વાગ્યે ખુલી જશે તથા સવારની આરતી 5-00 વાગ્યે થશે. કારતકી પૂનમના દિવસે પગથિયાંનો દ્વાર વહેલી સવારે 1.30 વાગ્યે ખુલી જશે અને સવારની આરતી 2.00 વાગ્યે થશે. મંદિરના ભોજનલયમાં ભોજન-પ્રસાદ રાબેતા મુજબ બપોરે 11-00થી 2-00 તેમજ સંધ્યા આરતીનો સમય રાબેતા મુજબ સૂર્યાસ્તના સમયે થશે.

Latest Stories