/connect-gujarat/media/post_banners/3a5cd541dfc0b5f34c294457c550a8c1a8af3d2df1f6af8854ac9f5f569d9a36.jpg)
ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ તે અંગે છેલ્લા 24 કલાક ઉપરાંતથી ચાલી રહેલા સસ્પેન્સનો ટુંક સમયમાં અંત આવશે પણ આ બધાની વચ્ચે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ રેસમાં સૌથી આગળ ચાલી રહયાં છે. શનિવારે મુ્ખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ ગુજરાતનું સુકાન કોને સોંપવું તે અંગે મોવડીમંડળની કવાયત ચાલી રહી છે. મનસુખ માંડવીયા, પુરૂષોત્તમ રૂપાલા, સી.આર.પાટીલ, આર.સી.ફળદુ, ગોરધન ઝડફીયા સહીતના અનેક નામોની ચર્ચા વચ્ચે હવે નિતિન પટેલનું નામ સૌથી આગળ ચાલી રહયું છે.
આજથી પાંચ વર્ષ પહેલાં નિતિન પટેલ મુખ્યમંત્રી બનતાં બનતાં સહેજમાં રહી ગયાં હતાં પણ આ વખતે નિતિન પટેલના શિરે તાજ પહેરાવવામાં આવે તેવી સંભાવના છે. ગત વિધાનસભાની ચુંટણીમાં પાટીદાર અનામત આંદોલને ભાજપને હરાવ્યો ભલે ન હોય પણ ડરાવ્યો હતો. ભાજપને 100 કરતાં પણ ઓછી બેઠકો મળી હતી જયારે કોંગ્રેસ 80 બેઠકો મેળવી ગયું હતું. સાંસદ અહમદ પટેલના નિધન બાદ ગુજરાત કોંગ્રેસમાં શુન્યાવકાશ છે ત્યારે આમ આદમી પાર્ટીના વધી રહેલાં પ્રભાવે ભાજપની ચિંતા વધારી છે. ખાસ કરીને પાટીદાર સમાજનો ઝુકાવ આમ આદમી પાર્ટી તરફ વધારે છે.
આ બધા રાજકીય બદલાવોએ ભાજપની ચિંતા વધારી હતી અને ભાજપનો એક પણ નેતા ખોંખારીને કહી શકતો ન હતો કે વિધાનસભાની ચુંટણીમાં ભાજપની કેટલી બેઠકો આવશે. કોરોનાના કહેર વચ્ચે ભાજપ હવે ઇલેકશન મોડમાં છે અને સૌથી પહેલાં મોવડીમંડળે સંવેદનશીલ ગણાતા મુખ્યમંત્રી વિજય રૂપાણીની વિકેટ ખેરવી નાંખી છે. ગુજરાતનો નવો કેપ્ટન કોણ તે અંગે ભાજપના મોવડી મંડળે નામ નકકી કરી લીધું છે પણ ઔપચારિક જાહેરાત જ બાકી છે. થોડી વારમાં કમલમમાં ભાજપની બેઠક મળશે અને તેમાં નવા સીએમની જાહેરાત કરી દેવામાં આવશે.
હવે નજર કરીએ નિતિન પટેલની રાજકીય કારકિર્દી ઉપર.. નીતિન પટેલનો જન્મ 22 જૂન 1956 થયો હતો તેઓ 5 ઓગસ્ટ 2016 થી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય, તબીબી શિક્ષણ, પરિવાર કલ્યાણ, માર્ગ અને મકાન, મૂડી પ્રોજેક્ટ તરીકે સેવા આપે છે. તેઓ અગાઉ પાણી પુરવઠા, જળ સંસાધન (કલ્પસર વિભાગ સિવાય), શહેરી વિકાસ અને શહેરી આવાસ મંત્રી હતા. તેઓ 2012 અને 2017 માં મહેસાણાથી ગુજરાત વિધાનસભા માટે ચૂંટાયા હતા પ્રમુખ, કડી નગરપાલિકા, 1988-90, મહેસાણા જિલ્લા ભાજપ, 1997-98. સભ્ય, કારોબારી સમિતિ સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી, કારોબારી સમિતિ, ભાગ્યોદય જનરલ હોસ્પિટલ, કડી, પાંજરાપોળ સંસ્થા, કડી, કડી નગરપાલિકા.
ઉપપ્રમુખ, સંસ્કાર મંડળ, કડી, સ્કમ ટ્રસ્ટ સ્કૂલ, થલતેજ, અમદાવાદ. જનરલ સેક્રેટરી, કડી તાલુકા નવનિર્માણ સમિતિ, 1974, સી.એન. આર્ટસ અને બી.ડી. કોમર્સ કોલેજ, કડી, 1976. નિયામક, કડી કૃષિ ઉત્પાદન બજાર સમિતિ, 1984-88, આઠ વર્ષ માટે મહેસાણા જિલ્લા સહકારી બેંક લિ. કડી નગરપાલિકાના 15 વર્ષના સભ્ય તરીકે, તેમણે કડી નગરપાલિકાની કારોબારી સમિતિ સહિત વિવિધ સમિતિઓના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.