Connect Gujarat
ગુજરાત

ગુજરાત કોંગ્રેસની હારનો રિપોર્ટ તૈયાર, હાઇકમાન્ડ ને સોંપવામાં આવશે રિપોર્ટ

આખરે કોંગ્રેસને ગુજરાતમાં હારનું કારણ મળ્યું છે. જેમાં કોંગ્રેસ પ્રચાર માટે ઓછો સમય, ઉમેદવાર જાહેર કરવામાં વિલંબ સહિત અનેક હારના કારણો નો રિપોર્ટ તૈયાર કર્યો છે.

ગુજરાત કોંગ્રેસની હારનો રિપોર્ટ તૈયાર, હાઇકમાન્ડ ને સોંપવામાં આવશે રિપોર્ટ
X

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસ અત્યાર સુધી રાજ્યમાં આટલુ ખરાબ પ્રદર્શન ક્યારેય કર્યું ન હતું. એક સમયે સૌથી વધુ વિધાનસભા બેઠક જીતવાનો રેકોર્ડ તોડનારી કોંગ્રેસ માત્ર 17 સીટમાં સમેટાઈ ગઈ છે. ત્યારે હવે વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ ની સમીક્ષા કરી છે. આખરે કોંગ્રેસને ગુજરાતમાં હારનું કારણ મળ્યું છે. જેમાં કોંગ્રેસ પ્રચાર માટે ઓછો સમય, ઉમેદવાર જાહેર કરવામાં વિલંબ સહિત અનેક હારના કારણો નો રિપોર્ટ તૈયાર કર્યો છે.

જગદીશ ઠાકોર હાઈકમાન્ડને આ રિપોર્ટ સોંપશે.ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ કોંગ્રેસ આખરે હાર નો રિપોર્ટ તૈયાર કર્યો છે. જગદીશ ઠાકોર આ હારનો રિપોર્ટ હાઇકમાન્ડને સોંપશે. તમને જણાવી કે વિધાનસભા ચૂંટણી હાર બાદ કોંગ્રેસ ની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં ઝોન પ્રમાણે વિધાનસભાના ઉમેદવાર અને ધારાસભ્યો સાથે બેઠક થઇ હતી. જેમાં કોંગ્રેસની હારના અનેક કારણો સામે આવ્યા છે. કોં

ગ્રેસની હારના કારણો માં નબળુ સંગઠન અને બુથ સ્તરનું મિસ મેનેજમેન્ટ, સરકારી મશીનરીનો બેફામ દુર ઉપયોગ, ત્રીજા પક્ષના કારણે કોંગ્રેસના કમિટેડ મતમાં થયેલ વિભાજન, ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીમાં પાણીની જેમ વહે ડાવેલ રૂપિયા, ઉમેદવારો જાહેર કરવામાં થયેલ વિલંબ અને પ્રચારનો ઓછો સમય જેવા પ્રાથમિક કારણોનો એક રિપોર્ટ બનાવ્યો છે.2017 ની વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દમ પર કોંગ્રેસે 77 બેઠકો હાંસિલ કરી હતી.

જેમાંની 95 ટકા બેઠકો 2022 ની ચૂંટણીમાં ગુમાવવી પડી છે. આખરે આવું કેવી રીતે થયું, મતદારોનો મિજાજ કેમ બદલાયો, આખરે કેમ કોંગ્રેસના મતદારો ભાજપ તરફ વળ્યા, તે વિશે કોંગ્રેસ મંથન કર્યું. સૌરાષ્ટ્રમાં થયેલ હાર અંગે ઉમેદવારો સાથે ચર્ચા કરી હતી. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની સૌરાષ્ટ્રના હારેલા ઉમેદવાર સાથે બેઠક કરી હતી. તેમજ હાર અંગે કોંગ્રેસના ઉમેદવારોએ કારણો રજૂ કર્યા હતા.

હારેલા ઉમેદવાર એ પ્રદેશ પ્રમુખ સમક્ષ વિધાનસભા બેઠકનો રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં કોંગ્રેસ સંગઠન ની નિષ્ક્રિયતા, કોંગ્રેસ નેતાઓની જ પક્ષ વિરોધી પ્રવૃત્તિ સહિતના કારણો રજુ કર્યા છે. સૌરાષ્ટ્ર ઝોનની કોંગ્રેસ ની સમીક્ષા બેઠક પૂર્ણ થઈ છે.

Next Story