રાજ્યમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ કરાયું જાહેર
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ
28મી સુધી દરિયો ન ખેડવા અપાય આદેશ
40 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાવાની શક્યતા
ગુજરાતમાં ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની ચેતવણી આપવા માં આવી છે.
ગુજરાત હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, મહિસાગર, વડોદરા, દાહોદ, ભરૂચ, નર્મદા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેથી આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ખાબકી શકે છે. જેના કારણે લોકોનું જનજીવન પણ ખોરવાઈ શકે છે.
આ સાથે હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠા, અમરેલી, જામનગર. અરવલ્લી, ખેડા, ગાંધીનગર, આણંદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં 25 જૂને વરસાદ માટે ઓરેન્જ એલર્ટ રહેશે. જ્યારે બનાસકાંઠા અને સાબરકાંઠામાં 26 જૂને અને સાબરકાંઠા અને અરવલ્લીમાં 27 જૂને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે આ સમયગાળા દરમિયાન 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાઈ શકે છે. ભારે પવન અને વરસાદના કારણે માછીમારોને 28 જૂન સુધી દરિયામાં ન જવાની કડક ચેતવણી આપવામાં આવી છે. ભારે વરસાદ અને પવનના કારણે દરિયામાં કરંટ જોવા મળતો હોય છે. જેથી સાવચેતીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે.