મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કર્યો વધારો

દેશમાં સતત વધી રહેલ મોંઘવારી વચ્ચે ગુજરાત ગેસકંપનીએ સીએનજીના ભાવમાં એક રૂપિયાનો વધારો કર્યો છે

New Update

દેશમાં સતત વધી રહેલ મોંઘવારી વચ્ચે ગુજરાત ગેસકંપનીએ સીએનજીના ભાવમાં એક રૂપિયાનો વધારો કર્યો છે

દેશમાં મોઘવારી સતત વધી રહી છે. ત્યારે CNG ગેસમાં ભાવ વધારો થયો છે. જેના કારણે લોકો પર વધુ એક મોધવારીનો માર મારવામાં આવ્યો છે. ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં વધારાની જાહેરાત કરી છે. કંપનીએ CNGના ભાવમાં પ્રતિ કિલો 1 રૂપિયાનો વધારો કર્યો છે. જેના કારણે CNG વાહન ચાલકો પર મોટો બોજો પડશે.ગુજરાત ગેસ કંપની દ્વારા CNG ગેસના ભાવમાં સીધો એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.અંકલેશ્વરમાં પહેલાં CNGનો પ્રતિ કિલો ભાવ 74.26 રૂપિયા હતો જે હવે વધીને 75.26 રૂપિયા પ્રતિ કિલો થયો છે. ખાસ કરીને રિક્ષા ચાલકોની મુશ્કેલીમાં વધારો થશે.
#Gujarat #CGNews #India #Price #Gujarat Gas #hike #CNG #CNG Price Hike
Here are a few more articles:
Read the Next Article