કોરોનાના BF 7 વેરિયન્ટ વિશ્વ આખામાં ઉપાધિ ઉભી કરી છે. ચીનમાં કોરોના કહેર મચાવવાનું શરૂ કરતા હવે દેશ અને ગુજરાતમાં પણ કોરોનાનો હાઉ ઉભો થયો છે.આવી સ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર એલર્ટ મોડમાં કામ કરી રહી છે. ગઈકાલે રાજ્યના મોટાભાગના શહેરોમાં ઉચ્ચ કક્ષાએથી આદેશ છૂટ્યા બાદ હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજન પ્લાન્ટ ની વ્યવસ્થા વધારે છે.
તેવામાં પાણી પહેલા પાળ બાંધવી માફક કોરોના મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમીક્ષા કરશે.બીજી બાજુ કોરોના વાયરસની પરિસ્થિતિને લઈને સમીક્ષા માટે આવતીકાલે ભારતના તમામ મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચર્ચા કરી શકે છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગઈ કાલે કોવિડ-19 માટે સાર્વજનિક સ્વાસ્થ્ય પ્રતિક્રિયાની સ્થિતિ અને તૈયારીઓની સમીક્ષા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધન કર્યું હતું કોરોનાને લઈને રાજ્યમાં કેવી સ્થિતિ છે અને કોરોનાને ભરી પીવા કેવા પ્રકારના આગોતરા આયોજન તેમજ તૈયારી છે તે મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમીક્ષા કરશે. આ દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અને આરોગ્ય ખાતાના સિનિયર અધિકારીઓ પણ હાજરી આપશે. ચીનમાં કોરોના ની ભયાનક સ્થિતિ જોતાં ભારત પહેલાથી જ સતર્ક થઈ ગયું છે. ગઈકાલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટની બેઠકમાં પણ કોરોના પર મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, હાલ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. આજની આ બેઠકમાં કોરોના અંગેની સ્થિતિ બગડે નહીં તે માટે અટકાયતી પગલા મુદ્દે સૂચના આપવામાં આવી હતી