New Update
પંજાબમાં સર્જાયેલી ભયાનક પુરની પરિસ્થિતિ
પંજાબના પુર સરગ્રસ્તોની વ્હારે આવી ગુજરાત સરકાર
ગુજરાત સરકાર દ્વારા રાહત સામગ્રીની સહાય કરાય
700 ટનથી વધુ રાહત સામગ્રી ભરેલી ટ્રેન પ્રસ્થાન કરાવાય
મુખ્યમંત્રી સહિત ગૃહ રાજ્યમંત્રી રહ્યા ઉપસ્થિત
પંજાબમાં સર્જાયેલી ભયાનક પુરની પરિસ્થિતિના પગલે ગુજરાત સરકાર દ્વારા રાહત સામગ્રી સહાય કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર રેલવે સ્ટેશનથી 700 ટનથી વધુ રાહત સામગ્રી ભરેલી એક ખાસ ટ્રેનને પંજાબ જવા માટે લીલીઝંડી આપી હતી.
પંજાબમાં આવેલા ભયાનક પૂરને કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ અને માનવસર્જિત આપત્તિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે માનવતાનો ધર્મ નિભાવ્યો છે. ગુજરાત સરકારે પંજાબના પૂરગ્રસ્ત લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓની સહાય મોકલી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર રેલવે સ્ટેશનથી 700 ટનથી વધુ રાહત સામગ્રી ભરેલી એક ખાસ ટ્રેનને પંજાબ જવા માટે લીલીઝંડી આપી હતી. સાથે જ રૂ. 5 કરોડનો પૂર રાહતનો ચેક પણ આપ્યો છે.
આ પૂરગ્રસ્ત રાહત સામગ્રીમાં મુખ્યત્વે ખાદ્ય સામગ્રીનાં પેકેટ્સ, કપડાં, દવાઓ અને અન્ય આવશ્યક વસ્તુઓનો સમાવેશ થાય છે, જે પૂરથી પ્રભાવિત હજારો પરિવારો માટે અત્યંત જરૂરી છે. ગુજરાતની આ પહેલ અન્ય રાજ્યો પ્રત્યેની તેની સંવેદનશીલતા અને ભાઈચારાની ભાવના દર્શાવે છે. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં રેલવે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories