મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાનો લાભ લેતા બાળકો
બાળકોને શિક્ષણની સાથે પોષણ પુરુ પાડી રહી છે યોજના
સુપોષિત ગુજરાત મિશન હેઠળ 41 લાખ બાળકોને લાભ
બાલવાટિકાથી ધો.8ના બાળકોને શાળામાં મળે છે પૌષ્ટિક નાસ્તો
રાજ્યની 32,000થી વધુ શાળાઓને મળી રહ્યો છે લાભ
ગુજરાત સરકારની મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના રાજ્યના 41 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે પોષણ પુરુ પાડી રહી છે. આ યોજનામાં બાલવાટિકાથી ધોરણ 8ના વિદ્યાર્થીઓને શાળામાં દરરોજ સવારે પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે.
ગુજરાત સરકારની મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 'સુપોષિત ગુજરાત મિશન' હેઠળ શરૂ કરવામાં આવી હતી. જેનો લાભ રાજ્યની 32,000થી વધુ શાળાઓમાં 41 લાખ વિદ્યાર્થીઓને મળી રહ્યો છે. આ યોજના માટે રાજ્ય સરકારે નાણાકીય વર્ષ 2025-26માં 616.67 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે.
આ યોજના હેઠળ બાળકોને સુખડી, ચણાચાટ, મિક્સ કઠોળ, જુદા જુદા મિલેટ્સ વગેરે પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવે છે. આમ, આયર્ન,પ્રોટીન, વિટામીન વગેરે બાબતોને ધ્યાનમાં રાખી બાળકોના શારીરિક વિકાસમાં મદદરૂપ થાય એવો નાસ્તો આપવામાં આવે છે.
માતા-પિતાની બાળકોના પોષણ અંગેની ચિંતામાં આ યોજનાથી રાહત જોવા મળી છે.ગુજરાતના બાળકોના સર્વાંગી વિકાસમાં પોષણ સાથે શિક્ષણની સરકારની આ પહેલ ચોક્કસ મદદરૂપ થશેની આશા વ્યક્ત કરવામાં આવી છે.