ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યની અદાલતોના 466 ન્યાયાધીશની બદલી

રાજ્યના 203 સિવિલ જજ, 200 સિનિયર સિવિલ જજની આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે. આ સિવાય ડિસ્ટ્રિક્ટ જજની કેડરમાં 63 જજને અન્ય જિલ્લાઓમાં નિયુક્ત કરાયા

New Update
Gujarat High Court transfers judges

ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યના 203 સિવિલ જજ, 200 સિનિયર સિવિલ જજની આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે. આ સિવાય ડિસ્ટ્રિક્ટ જજની કેડરમાં 63 જજને અન્ય જિલ્લાઓમાં નિયુક્ત કરાયા છે.

આ બદલીમાં 96 સિવિલ જજની એ જ કોર્ટ સંકુલમાં અન્યત્ર ટ્રાન્સફર કરવામાં આવી છે. જેમાં અમદાવાદમહેસાણા અને ભરૂચના 7, વડોદરાના 10, સુરતના 8, આણંદ અને બનાસકાંઠાના 5, ગાંધીનગર અને કચ્છના 4, બોટાદ અને સાબરકાંઠાના 3, ભાવનગર-જામનગરના 2, ખેડા અને જૂનાગઢના 1નો સમાવેશ થાય છે.

જોકેઆ સિવાય 200 સિનિયર સિવિલ જજની અન્ય જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છેતો 46 જજની એ જ કોર્ટ સંકુલમાં ટ્રાન્સફર આપવામાં આવી છે. જેમાં અમદાવાદના 15 જજનો સમાવેશ થાય છે. આ ઉપરાંતહાઈકોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ જજ કેડરના 63 ન્યાયાધીશોને પણ અન્ય જિલ્લામાં ટ્રાન્સફર આપી છે. જ્યારે 48 જેટલા જયુડીશીયલ ઓફિસરોને સેશન્સ જજ તરીકે નિમણૂક આપવામાં આવી છે. જેમાં અમદાવાદના 6 ન્યાયાધીશોનો સમાવેશ થાય છે.