રાજયમાં યોજાયેલ પેટા ચૂંટણીની આજરોજ મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં ભાજપનો ભગવો લહેરાયો હતો જ્યારે કોંગ્રેસનો રકાસ થયો હતો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ બાદ ખાલી પડેલ વિવિધ બેઠકો પર રવિવારના રોજ પેટા ચૂંટણી યોજાય હતી. જેમાં આજરોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સૌ પ્રથમ જિલ્લા પંચાયતોની પેટા ચૂંટણીની વાત કરીયે તો રાજયમાં જિલ્લા પંચાયતની કુલ 8 બેઠકો પર ચૂંટણી યોજાય હતી જે પૈકી 5 બેઠક પર ભાજપ તો 3 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા છે.
આ તરફ તાલુકા પંચાયતની 45 બેઠકો પર યોજાયેલ ચૂંટણીમાં 28 બેઠક પર ભાજપ તો 17 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજયી બન્યા છે. રાજ્યની નગર પાલિકાઓમાં 45 બેઠકો પર પેટા ચૂંટણી યોજાય હતી જે પૈકી 37 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે જ્યારે 8 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે. હવે વાત કરીયે મહાનગર પાલિકાની તો રાજ્યની મહાનગર પાલિકાની કુલ 3 બેઠક પર ચૂંટણી યોજાઇ હતી જે પૈકી 2 બેઠક પર ભાજપ તો 1 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા છે. આમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી બાદ પેટા ચૂંટણીમાં પણ મતદારોએ ભાજપને ખોબે ખોબે મત આપ્યા છે તો કોંગ્રેસને સમ ખ્વા પૂરતી બેઠકો જ મળી છે