Connect Gujarat
ગુજરાત

ગુજરાત રાજ્યના સ્થાપના દિનની ઉજવણી આ વર્ષે જામનગરના આંગણે, તૈયારીઓને અંતિમ ઓપ...

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના સ્થાપના દિનની ઉજવણી આ વર્ષે જામનગરના આંગણે કરવામાં આવનાર છે

X

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના સ્થાપના દિનની ઉજવણી આ વર્ષે જામનગરના આંગણે કરવામાં આવનાર છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.

તા. 1 મે ના રોજ ગુજરાત રાજ્યના સ્થાપના દિનની ઉજવણી આ વર્ષે જામનગરના આંગણે થશે, ત્યારે આ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવનાર છે. સાથે જ અહીં શસ્ત્ર-પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરાયું છે. એટલું જ નહીં, જામનગર શહેરના ટાઉન હોલથી સાત રસ્તા સર્કલ સુધી પોલીસ પરેડ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ પરેડમાં 19 પ્લાટુનના 800 જવાનો સહભાગી થશે. પરેડમાં ચેતક કમાન્ડો, બુલેટપ્રુફ ગાડી, અશ્વદળ અને પોલીસ બેન્ડના આકર્ષણો પણ હશે. આ પરેડમાં ગુજરાતની અસ્મિતા અને હાલારની સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક લોકનૃત્યો પણ રજૂ કરવામાં આવનાર છે, ત્યારે હાલ તો વહીવટી તંત્ર દ્વારા ગુજરાત સ્થાપના દિનની ઉજવણી માટે તૈયારીઓને ઓપ આપવામાં આવી રહ્યો છે.

Next Story