ગુજરાત રાજ્ય સરકારે અરબ સાગરમાં માછીમારી પરનો પ્રતિબંધ 15 ઓગસ્ટ સુધી લંબાવ્યો

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા માછીમારોએ માછીમારીની નવી સીઝન તારીખ 1 ઓગસ્ટના બદલે 15 ઓગસ્ટથી શરુ કરવા સરકારે કરેલા નિર્ણય બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલનું અભિવાદન કરવામાં આવ્યું હતું.  

New Update

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા માછીમારોએ માછીમારીની નવી સીઝન તારીખ ઓગસ્ટના બદલે 15 ઓગસ્ટથી શરુ કરવા સરકારે કરેલા નિર્ણય બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલનું અભિવાદન કરવામાં આવ્યું હતું.  

દરિયામાં ભારે કરન્ટના કારણે ઉંચા મોજાઓની સ્થિતિને ધ્યાને લઈને તારીખ ઓગસ્ટના બદલે તારીખ 15 ઓગસ્ટથી માછીમારી સીઝન શરૂ કરવામાં આવે તેવી રજૂઆત ગુજરાતના દરેક બંદરના બોટ એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી. આ બાબત અંગે રાજ્ય સરકારે ગંભીરતાપૂર્વક ધ્યાને લઇ રાજ્યમાં તારીખ ઓગસ્ટથી શરૂ થતી સીઝનમાં દરિયાઈ તોફાનોને કારણે કોઈપણ માછીમાર ભાઈઓને જાનમાલનું  નુકસાન ન સહન કરવું પડે તે માટે ગુજરાત સરકારે આ વર્ષે ઓગસ્ટના બદલે 15 ઓગસ્ટથી માછીમારી સીઝન શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. રાજ્ય સરકારના આ માછીમાર હિતલક્ષી નિર્ણય બદલ  ગુજરાતના કેટલાક માછીમાર બોટ એસોસિએશન રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.

Latest Stories