કમોસમી વરસાદે વાળ્યો હતો ખેતીનો સોથ
ખેડૂતો માટે સર્જાય મુશ્કેલ પરિસ્થિતિ
રાજ્ય સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય
સરકાર ટેકાના ભાવે ખરીદશે પાક
મગફળી સહિતના પાકો ખરીદવાની જાહેરાત
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.જેમાં સરકારે મગફળી સહિતના પાકો ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરી છે. ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. માવઠાના કારણે ખેતરોમાં ઉભા પાકને મોટું નુકસાન થવા પામ્યું છે, જેમાં ખાસ કરીને મગફળી, કપાસ અને સોયાબીન જેવા મુખ્ય પાકોને વ્યાપક અસર થઈ છે.પાક તૈયાર થવાના સમયે જ વરસાદ પડતાં ખેડૂતોને આર્થિક ફટકો પડવાની ભીતિ સેવાઈ રહી છે.
આ વિકટ પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે ખેડૂતોને રાહત આપવાના હેતુથી ફરી એકવાર ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે.રાજ્ય સરકારે ખેડૂતો દ્વારા પકવેલી મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નવેસરથી નિર્ણય કર્યો છે. સરકારી જાહેરાત મુજબ આ પાકોની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા આગામી તારીખ 9મી નવેમ્બરથી રાજ્યભરમાં શરૂ કરવામાં આવશે. આ નિર્ણયથી નુકસાન વેઠી રહેલા ખેડૂતોને મોટી રાહત મળવાની આશા છે.