ગુજરાત ટેબ્લોના કલાકારોએ લીધી CM ભૂપેન્દ્ર પટેલની મુલાકાત

પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના 'આનર્તપુરથી એકતાનગર સુધી - વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ' ટેબ્લોએ સતત ત્રીજા વર્ષે 'પોપ્યુલર ચોઇસ' કેટેગરીમાં સૌથી વધુ વોટ મેળવીને હેટ્રિક સર્જી છે

New Update
Gujarat Tableau

76માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં વિજેતા થયેલ ગુજરાત ટેબ્લોના કલાકારોની ટીમે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓની સ્પર્ધામાં ગુજરાતના ટેબ્લોને ત્રીજું સ્થાન મેળવવા બદલ કલાકારોને અભિનંદન પાઠવ્યા 

26 મી જાન્યુઆરીએ કર્તવ્યપથ પર રજૂ થયેલ ગુજરાતનો ટેબ્લો:- 

આ પ્રસંગે મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ, માહિતી નિયામક કે.એલ.બચાણી, અધિક માહિતી નિયામક અરવિંદ પટેલ, નાયબ માહિતી નિયામક જિગર ખુંટ સહિત માહિતી ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના 'આનર્તપુરથી એકતાનગર સુધી - વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ' ટેબ્લોએ સતત ત્રીજા વર્ષે 'પોપ્યુલર ચોઇસ' કેટેગરીમાં સૌથી વધુ વોટ મેળવીને હેટ્રિક સર્જી છે.

Latest Stories