ગુજરાત : ધમાકેદાર વરસાદનો રાઉન્ડ થશે શરૂ,6 દિવસ મેઘો મંડાશે, કેટલાક જિલ્લાઓમાં એલર્ટ

હવામાન વિભાગે આગામી 29 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં 27-28 જુલાઈના રોજ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગે યલો-એલર્ટ જાહેર કર્યું

New Update
  • વરસાદ પુનઃ કરશે પાણી પાણી

  • હવામાન વિભાગની આગાહી

  • છ દિવસ વરસશે મુશળધાર વરસાદ

  • ઉત્તર,મધ્ય,દક્ષિણ ગુજરાતમાં એલર્ટ

  • યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું

ગુજરાત રાજ્યના હવામાન વિભાગે આગામી 29 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં 27-28 જુલાઈના રોજ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગે યલો-એલર્ટ જાહેર કર્યું છે.

 ગુજરાતમાં ફરીથી ધમાકેદાર વરસાદનો રાઉન્ડ શરૂ થવાનો છે,જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ 24-25 જુલાઈના રોજ છોટા ઉદેપુરનર્મદાતાપીડાંગનવસારીવલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 26 જુલાઈએ અમરેલીભાવનગરભરૂચનર્મદાસુરતતાપીનવસારીડાંગવલસાડછોટાઉદેપુરપંચમહાલમહીસાગરદાહોદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.જ્યારે તારીખ 27 જુલાઈએ દાહોદપંચમહાલછોટા ઉદેપુર જિલ્લામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને 23 જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.જેમાં રાજકોટબોટાદસુરેન્દ્રનગરઅમરેલીઅમદાવાદભાવનગરખેડાગાંધીનગરમહેસાણાપાટણબનાસકાંઠાસાબરકાંઠાઅરવલ્લીમહીસાગરઆણંદવડોદરાભરૂચનર્મદાસુરતતાપીનવસારીડાંગવલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં આગામી 28 જુલાઈના રોજ 27 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠાસાબરકાંઠા અને મહેસાણામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છપાટણમોરબીસુરેન્દ્રનગરજામનગરરાજકોટબોટાદઅમદાવાદઆણંદખેડાગાંધીનગરઅરવલ્લીમહીસાગરપંચમહાલદાહોદવડોદરાછોટા ઉદેપુરભરૂચનર્મદાસુરતતાપીનવસારીડાંગવલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

આ ઉપરાંત તારીખ 29 જુલાઈએ કચ્છ,પાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાઅરવલ્લીમહીસાગરનવસારીવલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.

Latest Stories