Connect Gujarat
ગુજરાત

હરણી “બોટકાંડ” : રાજસ્થાનથી ભરૂચ આવી વડોદરા તરફ જતો મુખ્ય આરોપીનો પરિવાર પોલીસના હાથે ઝડપાયો...

X

હરણી તળાવ ખાતે સર્જાયેલી દુર્ઘટનામાં 14 લોકોના મોત

ઘટનામાં 12 બાળક અને 2 શિક્ષકોએ પોતાનો જીવ ગુમાવ્યો

હરણી બોટ દુર્ઘટનામાં એક બાદ એક આરોપીઓની ધરપકડ

આરોપી પરેશ શાહનો 28 દિવસથી ફરાર પરિવાર ઝડપાયો

રાજસ્થાનથી ભરૂચ આવી વડોદરા તરફ જતાં થઈ ધરપકડ

વડોદરા શહેરના હરણી લેકઝોન બોટ દુર્ઘટના કેસમાં મુખ્ય આરોપી પરેશ શાહની પત્ની, દિકરી અને દિકરા 28 દિવસથી ફરાર હતા. હરણી બોટ દુર્ઘટના બાદ પરેશ શાહનો પુત્ર વત્સલ શાહ, પુત્રી વૈશાખી શાહ અને પત્ની નૂતન શાહ ઘરેથી ફરાર થઈ ગયા હતા, ત્યારે હવે હરણી બોટકાંડમાં ફરાર પરિવાર ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. પરેશ શાહની પત્ની, દિકરી અને દિકરા અંતે પોલીસના હાથે ઝડપાય ગયા છે. હરણી બોટ દુર્ઘટના બાદ પરેશ શાહનો પરિવાર રાજસ્થાન ભાગી ગયો હતો. જોકે, રાજસ્થાનથી ભરૂચ આવી વડોદરા તરફ આવતાં પરેશ શાહનો પરિવાર ઝડપાયો હતો. પરેશ શાહનો પુત્ર વત્સલ લેકઝોનમાં 10 ટકાનો ભાગીદાર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

તો બીજી તરફ, પરેશ શાહની પત્ની અને પુત્રી પણ 5-5 ટકાના ભાગીદાર હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ ફરાર આરોપીઓને આશ્રય આપનારા સામે પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. હરણી બોટકાંડમાં અત્યાર સુધીમાં 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે હવે માત્ર ધર્મીન બાથાણી નામના આરોપીની ધરપકડ બાકી છે. ઉપરાંત દુર્ઘટનાગ્રસ્ત બોટનો પોલીસે હરણી તળાવમાં વેઇટ ટેસ્ટ પણ કર્યો હતો. જેમાં બોટ કેવી રીતે પલટી હતી તે માટે બોટમાં રેતીની બોરીઓ મુકી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. જોકે, ઓવર વેઇટના કારણે બોટ પલટી હોવાનો FSLનો રિપોર્ટ પણ સામે આવ્યો છે.

Next Story