Connect Gujarat
ગુજરાત

કોંગ્રેસ બાદ ભાજપમાં પણ હાર્દિક પટેલ હાંસિયામાં ધકેલાયા? વાંચો ભાજપના કયા નિર્ણયની થઈ રહી છે ચર્ચા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મિશન 182ના ટાર્ગેટને સાર્થક કરવા ભાજપના કેન્દ્રીય નેતાઓથી માંડી એક-એક કાર્યકર્તા મહેનતમાં જોતરાયા છે

કોંગ્રેસ બાદ ભાજપમાં પણ હાર્દિક પટેલ હાંસિયામાં ધકેલાયા? વાંચો ભાજપના કયા નિર્ણયની થઈ રહી છે ચર્ચા
X

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મિશન 182ના ટાર્ગેટને સાર્થક કરવા ભાજપના કેન્દ્રીય નેતાઓથી માંડી એક-એક કાર્યકર્તા મહેનતમાં જોતરાયા છે. મતદારો સુધી પહોંચવા ભાજપ દ્વારા એકપછી એક આયોજન કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે રાજ્યમાં ભાજપની ગૌરવ યાત્રાનું આયોજન કરાયું છે. જેનો 12 ઓક્ટોબરથી એટલે કે આવતીકાલથી પ્રારંભ થશે.

ભાજપની ઉત્તર ગુજરાતની આ ગૌરવ યાત્રામાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સાથે હાર્દિક પટેલ સહિત અનેક મોટા નેતાઓ જોડાવાના હતા. જોકે, આ ગૌરવ યાત્રા એક દિવસ પહેલા મોટા બદલાવ કરવામાં આવ્યો છે. ભાજપની ઉત્તર ગુજરાતની ગૌરવ યાત્રામાંથી હાર્દિક પટેલના નામની બાદબાકી કરવામાં આવી છે. જ્યારે નવા ફેરફારમાં ઋષિકેશ પટેલ, રજની પટેલ અને નંદાજી ઠાકોરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપની આ ગૌરવ યાત્રા બહુચરાજીથી માતાના મઢ સુધી યોજાશે. આ ગૌરવ યાત્રામાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પણ હાજર રહેશે.આ ગૌરવ યાત્રા વિશે પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, વર્ષોથી ભાજપ યાત્રા સ્વરૂપે લોકોના આશીર્વાદ મેળવવા જાય છે ત્યારે વિધાનસભા દીઠ જનતાના આશીર્વાદ માટે ભાજપ યાત્રા થકી ગુજરાત ખુંદશે.21 વર્ષ થી ગુજરાતમાં નવા આયામો સિદ્ધ થતા આવ્યા છે અને સરકારે અવનવા પ્રોજેક્ટની રાજ્ય ની જનતાને ભેટ આપી હોવાનું પણ ઉમેર્યું હતું.

Next Story