Connect Gujarat
ગુજરાત

હરિહરાનંદ સ્વામી ગુમ થવા પાછળ કેટલાક ખુલાસા સામે આવ્યા, પ્રોપર્ટીનો વિવાદ હોવાની આશંકા

જૂનાગઢના ભારતી આશ્રમ ના ગાદીપતિ હરિહરાનંદ મહારાજના ગુમ થવાનો મામલે વડોદરા પોલીસની વિવિધ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

હરિહરાનંદ સ્વામી ગુમ થવા પાછળ કેટલાક ખુલાસા સામે આવ્યા, પ્રોપર્ટીનો વિવાદ હોવાની આશંકા
X

જૂનાગઢના ભારતી આશ્રમ ના ગાદીપતિ હરિહરાનંદ મહારાજના ગુમ થવાનો મામલે વડોદરા પોલીસની વિવિધ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, વાડી પોલીસે ગુમ થયા હોવાની ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. વડોદરા પોલીસે ચિઠ્ઠી, વાયરલ વીડિયો મેળવી ગુમ થવાનું કારણ શોધવા તેમજ હાઈવે પરના સીસીટીવી અને મોબાઈલ લોકેશન તેમજ સેવકોની તપાસ શરૂ કરવામાં આવી છે.

ભારતી આશ્રમ ના ગાદીપતિ હરિહરાનંદ થવા પાછળ સંપત્તિ વિવાદ હોવાની ચર્ચાઓ જોર પકડ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આશ્રમ સાથે સંકળાયેલા કેટલાક લોકો બહુ મોટો ગોટાળો કર્યો છે. નાણાકીય ગરબડો ગાદીપતિ હરિહરાનંદ ધ્યાને આવી હતી. ત્યારે આ આર્થિક કૌભાંડની વાતથી ગાદીપતિ હરિહરાનંદ ખૂબ જ વ્યથિત હતાં. હરિહરાનંદજી ખુલાસા પૂછતા શિષ્યોએ જ દબાણ ઉભુ કર્યાની પણ ચર્ચા ઉભી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, બ્રહ્મલીન ભારતી બાપુએ પોતાની વિલનો કારોભાર હરિહરાનંદ ને સોંપ્યો હતો. આ મામલે અન્ય કેટલાક નજીકના શિષ્યોની નારાજગી હોવાની પણ ચર્ચા વડોદરા ભારતી આશ્રમના મહામંડલેશ્વર હરિહરાનંદ સ્વામી છેલ્લા 2-3 દિવસથી ગાયબ થતાં કેવડિયા આશ્રમના પરમેશ્વર ભારતીય પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી અનુસાર હરિહરાનંદ વડોદરામાં રાકેશ નામના ભક્તને ત્યાં ગયા હતા. જે બાદ વડોદરા હાઇવે પર કપુરાઈ ચોકડી સુધી સ્વામી તેઓ પરત પણ મૂકી ગયો હતો. હનુમાન મંદિર નજીક રાકેશ કારથી હરિહરાનંદ ને છોડ્યા હતા. જે બાદ ખાસવાડી આશ્રમમાં કાળું નામના વ્યક્તિને ત્યાં જવાનું કહીને તે થયા ગુમ થયા હોવાની વાત વહેતી થઈ હતી.જે બાદ વાડી પોલીસે હરિહરાનંદ સ્વામીની તપાસ હાથ ધરી હતી જેમાં તેમણે હાથે હરિહરાનંદ સ્વામીએ લખેલી ચિઠ્ઠી અને એક વીડિયો હાથ લાગ્યો હતો.હરિહરાનંદ સ્વામી એક લખાણ અને વીડિયો મુકીને ગુમ થયા છે. જેમાં તેઓ ભારતી આશ્રમ સરખેજનો ખુબ વિવાદ થયો હોવાની વાતનો ઉલ્લેખ કરી રહ્યા છે તેમજ કહી રહ્યા છે કે ભારતીબાપુ બ્રહ્મલીન થયા બાદથી વિવાદ ચાલુ જ રહ્યો છે. વિલ મારા નામ નુ હતુ છતા ફ્રોડ વિલ બનાવવામાં આવ્યા છે.

Next Story