અષાઢ વદ અમાસથી દશામાના વ્રતનો પ્રારંભ
ભક્તોની દશા સુધરતા દશામાનું કરાયું સ્થાપન
મોદી પરિવારનું દશામાનું મંદિર બન્યું આસ્થા સ્થાનક
નાનું મંદિર પણ ભક્તોને છે મોટી શ્રદ્ધા
વ્રતના દિવસોમાં ભક્તોનું ઉમટે છે ઘોડાપુર
અંકલેશ્વરમાં અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાના પાવન પર્વ સાથે ભક્તિભાવ પૂર્વક દશામાંની સ્થાપના કરીને માઈ ભક્તો માતાની ભક્તિમાં લિન બન્યા છે,ત્યારે શહેરના જ્યોતિ ટોકિઝ પાસે આવેલ મોદી પરિવારનું માતા દશામાંનું નાનું પણ સુંદર મંદિર ભક્તો માટે આસ્થા સ્થાનક બન્યું છે.
અંકલેશ્વરમાં દશામાનું વ્રત ખૂબ ભક્તિભાવથી ઉજવવામાં આવે છે. શહેરના હાંસોટ રોડ ઉપર જ્યોતિ ટોકીઝ પાસે આવેલ અનિલ મોદીના ઘરે પણ વ્રતના દસ દિવસો દરમિયાન દશામાની સ્થાપના કરવામાં આવે છે. જોકે, અનિલ મોદીના ઘરે તો વર્ષોથી દશામાની મૂર્તિની કાયમી સ્થાપના થઈ ચૂકી છે અને ઘરમાં જ દશામાનું એક નાનકડું મંદિર બની ચૂક્યું છે.
અંકલેશ્વર અને એની આજુબાજુ રહેતા ઘણા ભકતજનો આખા વર્ષ દરમિયાન આ મંદિરમાં દર્શન માટે આવે છે.માતાજીની કૃપાથી ધન્યતા અનુભવે છે. ઘરમાં સ્થિત આ નાનકડુ મંદિર ભક્તો માટે આસ્થા સ્થાનક છે.છેલ્લા 27 વર્ષથી ઘરમાં સ્થાપિત દશામાંના મંદિરે ભક્તો શ્રદ્ધાપૂર્વક દર્શન માટે આવીને પોતાની આધિવ્યાધિ માંથી રાહત મેળવતા હોવાની માન્યતા છે.દશામાંના દસ દિવસના આ વ્રત દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દર્શન અર્થે આવે છે,અને માતાજીનું પૂજન કરીને ધન્યતાનો અનુભવ કરે છે.