રાજ્યમાં અતિભારે વરસાદની કરાઇ આગાહી, કચ્છ-સૌરાષ્ટ્ર, દ.ગુજરાત, અને મ. ગુજરાતના 26 જિલ્લામાં રેડ એલર્ટ

Featured | સમાચાર, ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા 2 દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનું અનુમાન છે.

New Update
in-gujarat_rain_2

ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા 2 દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનું અનુમાન છે. કચ્છ-સૌરાષ્ટ્ર, દ.ગુજરાત, અને મ. ગુજરાતના 26 જિલ્લામાં રેડ એલર્ટ અપાવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 251 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 

24 કલાકમાં રાજ્યના 251 તાલુકામાં વરસાદ

  •  24 કલાકમાં રાજ્યના 15 તાલુકામાં 9 થી 14 ઈંચ વરસાદ
  • 24 કલાકમાં ટંકારામાં 14 ઈંચ વરસાદ
  • 24 કલાકમાં મોરવાહડફમાં 14 ઈંચ વરસાદ
  • 24 કલાકમાં નડિયાદમાં 13 ઈંચ વરસાદ
  • 24 કલાકમાં બોરસદમાં 13 ઈંચ વરસાદ
  • 24 કલાકમાં વડોદરામાં 13 ઈંચ વરસાદ
  • 24 કલાકમાં આણંદમાં 13 ઈંચ વરસાદ
  • 24 કલાકમાં પાદરામાં 13 ઈંચ વરસાદ
  • 24 કલાકમાં ખંભાતમાં 12.5 ઈંચ વસાદ
  • 24 કલાકમાં ગોધરામાં 12.5 ઈંચ વરસાદ
  • 24 કલાકમાં તારાપુરમાં 12.5 ઈંચ વરસાદ
  • 24 કલાકમાં વાંકાનેરમાં 12 ઈંચ વરસાદ
  • 24 કલાકમાં વસોમાં 11.5 ઈંચ વરસાદ
  • 24 કલાકમાં સોજીત્રામાં 10 ઈંચ વરસાદ
  • 24 કલાકમાં માંડવીમાં 10 ઈંચ વરસાદ
  • 24 કલાકમાં બાલાસિનોરમાં 9.5 ઈંચ વરસાદ
  • 24 કલાકમાં મોરબીમાં 9.5 ઈંચ વરસાદ
  • 24 કલાકમાં નખત્રાણામાં 9.5 ઈંચ વરસાદ
  • 24 કલાકમાં પેટલાદમાં 9.5 ઈંચ વરસાદ
  • 24 કલાકમાં રાજકોટમાં 9 ઈંચ વરસાદ

ભારે વરસાદથી રાજ્યના રોડ-રસ્તા  બંધ થતાં  વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. રાજ્યના કુલ 608 રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ છે. 22 સ્ટેટ હાઈવે, પંચાયત હસ્તકના 549 રસ્તા બંધ છે.અન્ય 37 રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ છે. ભારે વરસાદથી એસટી બસ સેવા પણ ખોરવાઈ છે.

Latest Stories