મેઘ’મહર્ષ : છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યમાં ધીમીધારનો વરસાદ

રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન તો થઇ ગયું છે, પરંતુ હજી બરાબરનું ચોમાસુ જામ્યું નથી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે,

author-image
By Connect Gujarat Desk
New Update

હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન તો થઇ ગયું છેપરંતુ હજી બરાબરનું ચોમાસુ જામ્યું નથી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છુટો છવાયો વરસાદ પડી રહ્યો છેત્યારે આજે વહેલી સવારથી વલસાડ અને જુનાગઢ જિલ્લામાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. છેલ્લા 24 કલાકની વાત કરીએતો રાજ્યના 34 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જુનાગઢ જિલ્લાના વિસાવદરમાં સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સુરતનવસારી અને વલસાડમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા હતા. તો બીજી તરફજિલ્લામાં પણ વરસાદી ઝાપટા પડી રહ્યા છેત્યારે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતમાં વરસેલા વરસાદના પગલે ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Latest Stories